રવીન્દ્રપર્વ/૫૧. વસુન્ધરા

૫૧. વસુન્ધરા

મને તું લઈ લે પાછો, અયિ વસુન્ધરે,
ખોળાનું સન્તાન તવ, લઈ લે તું ખોળે,
વિપુલ અંચલ તલે. ઓ હે મા મૃણ્મયિ
રહું તારી મૃત્તિકાની મહીં વ્યાપી જઈ,
દિશાએ દિશાએ વિસ્તારી દઉં હુંું મને
વસન્તના આનન્દની જેમ. વિદારીને
આ વક્ષપંજર, તોડીને પાષાણે રચી
સંકીર્ણ પ્રાચીર, ને આ મારું નિરાનન્દ
અન્ધ કારાગાર; થઈ ઊઠી હિલ્લોલિત
કમ્પિત, સ્ખલિત, વિકિરિત, વિચ્છુરિત
મર્મરિત સચકિત આલોકે પુલકે
વહી જઈ ચાલ્યો જાઉં સમસ્ત ભૂલોકે
પ્રાન્ત થકી પ્રાન્તભાગે, ઉત્તરે દક્ષિણે
પૂરવે પશ્ચિમે. શેવાલે શા દ્વલે તૃણે
શાખાએ વલ્કલે પત્રે રસબસ થાઉં
નિગૂઢ જીવનરસે. સ્પરશી હું જાઉં
સ્વર્ણશીર્ષે આનમિત શસ્યક્ષેત્રતલ
અંગુલિના આન્દોલને. નવ પુષ્પદલ
કરું પૂર્ણ સંગોપને સુવર્ણલેખાએ...