રવીન્દ્રપર્વ/૫૩. આજે વહી રહી છે

Revision as of 10:47, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૩. આજે વહી રહી છે| }} <poem> આજે વહી રહે છે પ્રાણે મમ શાન્તિધારા....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૩. આજે વહી રહી છે

આજે વહી રહે છે
પ્રાણે મમ શાન્તિધારા. થતું એવું મને
સુખ અતિ સહજ સરલ, કોઈ વને
ખીલેલા ફૂલની જેમ. શિશુના આનને
પ્રકટેલા હાસ્ય જેમ વ્યાપ્ત વિકસિત
ઉન્મુખ અધરે ચુમ્બનઅમૃત
જોઈ રહે સહુ ભણી બની વાક્યહીન
શૈશવ વિશ્વાસે, ચિરરાત્રિ ચિરદિન
વિશ્વવીણા થકી ઝંકૃૃત કો ગીત સમ
રાખે એ નિમગ્ન કરી નિસ્તબ્ધ ગગન.
એ સંગીત ગૂંથું છંદે?
સંભળાવું? સહજ ભાષાએ ઉતારીને
ચાહું જેને તેને દઉં એનો ઉપહાર.