રવીન્દ્રપર્વ/૭૯. ઓગો ડેકો ના મોરે

Revision as of 05:35, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૯. ઓગો ડેકો ના મોરે| }} {{Poem2Open}} મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭૯. ઓગો ડેકો ના મોરે

મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં. મારું કામકાજ ભૂલી જતું મારું મન કોણ જાણે ક્યાંય દૂર જતું રહે છે અને સ્વપ્નની સાધના કર્યા કરે છે. એ હાથમાં ન ઝલાય એવી છાયા કાંઈ પકડાવાની નથી, મારા મનમાં એ મોહિની માયા રચી ગઈ છે. જાણું નહીં જે આ કયા દેવતાની દયા, જાણું નહીં જે આ કોનો પ્રપંચ! અંધારા આંગણામાં પ્રદીપ પ્રગટાવ્યો નથી. હું તો બળી ચૂકેલા વનની માલણ, હું ખાલી હાથે અકંચિન બનીને રાતદિવસ વીતાવું છું. જો એ આવશે તો એનાં ચરણની છાયામાં મારી વેદના બિછાવી દઈશ, એને હું મારાં આંસુભીના રિક્ત જીવનની કામના જણાવીશ. (ગીત-પંચશતી)