રવીન્દ્રપર્વ/૯૧. ઓ રે નૂતન યુગેર ભોરે

૯૧. ઓ રે નૂતન યુગેર ભોરે

નૂતન યુગના પ્રભાતે સમયનો વિચાર કરવામાં સમય બગાડશો નહીં, શું રહેશે અને શું નહીં રહે, શું થશે ને શું નહીં થાય તેના સંશયમાં, હે હિસાબી, તું તારી ચિન્તાને પણ ઉમેરશે? જેવી રીતે દુર્ગમ પર્વતમાંથી ઝરણું નીચે ઊતરી આવે, (તે જ રીતે) તંુ નિશ્ચિન્ત બનીને અજાણ્યા માર્ગે કૂદી પડ. જેટલા અન્તરાય આવશે તેટલી જ તારામાં શક્તિ જાગશે. અજાણ્યાને વશ કરીને તું એને પોતાનો પરિચિત બનાવી લેશે. જ્યાં જ્યાં તું ચાલશે ત્યાં જયભેરી વાગશે. ચરણના વેગથી જ માર્ગ કપાઈ જશે. તું વિલમ્બ કરીશ નહીં. (ગીત-પંચશતી)