રવીન્દ્રપર્વ/૯૫. ઓહે સુંદર, મરિ મરિ

૯૫. ઓહે સુંદર, મરિ મરિ

હે સુન્દર, તારા પર વારી જાઉં છું. શાના વડે તને વધાવું? આજે જાણે કે તારો ફાગણ મારા પ્રાણોની પાસે આવે છે, અને સુધારસની ધારે ધારે મારી અંજલિને ભરી ભરી દે છે. માદક પવન દિશાઓના અંચલમાં પુલક રૂપી પૂજાની અંજલિ લાવે છે, મારા હૃદયના પથ પર જાણે ચંચલ ચાલ્યો આવે છે. મારા મનના વનની ડાળી ઉપર જાણે નિખિલ (રૂપી) કોકિલ બોલે છે, જાણે મંજરી રૂપી દીપશિખા નીલ આકાશમાં ધરી રાખે છે. (ગીત-પંચશતી)