લીલુડી ધરતી - ૧/ખેાળો પાથર્યો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખેાળો પાથર્યો|}} {{Poem2Open}} ફળિયામાં ઢાળેલા ખાટલા ઉપર હાદા પટેલ...")
 
No edit summary
 
Line 91: Line 91:


ભલે ગામમાં આવી વાત થાય. ગોળાને મોઢે ગરણું બંધાય, ગામને મોઢે નહિ. સંતુનું બેડું નંદવાણું એટલેથી જ ચેતી જવું સારું. આજે તો અટકચાળો થયો, કાલ સવારે ઊઠીને બીજું કાંઈ થાય...’
ભલે ગામમાં આવી વાત થાય. ગોળાને મોઢે ગરણું બંધાય, ગામને મોઢે નહિ. સંતુનું બેડું નંદવાણું એટલેથી જ ચેતી જવું સારું. આજે તો અટકચાળો થયો, કાલ સવારે ઊઠીને બીજું કાંઈ થાય...’
<center>***</center>
ઉછરંગભર્યે હૈયે સંતુ બેડું લઈને ઠુમરની ખડકી બહાર નીકળી અને પોતાના ઘરની શેરી તરફ જવા નાકું વળતી હતી ત્યાં જ સામેથી લોખંડી નાળ જડેલાં વજનદાર પગરખાં ખડિંગ ખડિંગ ખખડાવતા આવતા એક જવાનનો ખોંખારો સંભળાયો. એ હતો ગિધા લુહાણાની હાટેથી આવતી કાલ માટેનાં બીડીબાકહ લઈને આવતો ગોબર.
વદ આઠમના આછેરા અંધારામાં સંતુ એને ઓળખી શકી ન હોત; પણ ખોંખારાના અવાજ પરથી એ ખડતલ ખુંખારનારને પારખી ગઈ, અને ખોડંગાઈને ઊભી રહી ગઈ.
સંતુને ખાલી બેડે ઊભેલી ઓળખી જતાં ગોબરને નવાઈ લાગી. એને પૃચ્છા કરવા માટે એ આખું વાક્ય પણ ઉચ્ચારી ન શક્યો. બોલ્યો :
‘અટાણે...?...આણી કોર્ય ?’
‘તારે ઘેર ગઈ’તી.’ સંતુએ કહ્યું. અને તુરત એ ઉક્તિમાં થઈ ગયેલી એક ભૂલ સુધારી નાખી : ‘આપણે ઘેર ગઈ’તી.’ ​‘આટલી અહૂરી ?’
‘લે કર્ય વાત !... પોતાને ઘેર જાવામાં વળી વહેલું શું ને અહૂરું શું ?’
‘હુ તો આજ દી આખો વાડીએ હતો. અટાણે બીડીબાકહ લેવા ગ્યો તયેં ગિધાની હાટમાં વાત થાતી સાંભળી.’
‘શું ?’
‘શાદૂળિયે તને આંતરી ને તારે માથેથી બેડું નંદવાણું ને—’
‘હવે એની ફકર કરવી રે’વા દે. આપણે ઘેરેથી આ સાજુ બેડું લઈ જાઉં છું.’
‘હું શાદૂળિયાને ઝાટકે મારીશ.’
‘ઈ મરેલાને હવે વધારે શું મારવો ?’ સંતુએ કહ્યું. ‘એના કરતાં તો મને જ હવે સાસરે તેડી લે ની, એટલે આવાં વંઠેલાં ઊંચી નજરે જોતાં આળહે ?’
‘હમણાં તો તેડું કેમ કરીને થાય ? પરબતભાઈને શોગ—’
‘શોગ ! તને શોગ વાલો છે કે સંતુ ?’
‘સંધો ય વિચાર કરવો પડે. લોકલાજ—’
‘જોયો મોટો લોકલાજવાળો ! તમે સહુ લોકલાજમાં પડ્યા રેશો ને મારી લાજ લૂંટાશે એનું શું ?’
‘વાત સાચી લાગે છે.’
‘સાચી લાગતી હોય તો એનો ઉપાય કાં કરતા નથી ?’
‘આતાને કાને વેણ નાખીશ...’ ગોબર બોલ્યો, ત્યાં પછવાડેથી કોઈ ખેડૂતનું ગાડું ખખડ્યું એટલે સંતુ સાબદી થઈ ગઈ. બોલી :
‘જા, હવે ઝટ નીંદર ભેગો થા !’
અને ઝડપભેર પગલું ઉપાડતાં એકલો ગોબર જ સાંભળી શકે એવા ધીમે સાદે ઉમેરતી ગઈ : ​‘ખાલી ખાટલો બચારો રોતો હશે તારા વન્યા !’
ખડકીમાં પ્રવેશતાં સંતુએ જોયું કે ટીહો તો હજી ય એની લાક્ષણિક ઢબે લમણે હાથ દઈને બેઠો હતો અને પુત્રીની પ્રતીક્ષા કરતો હતો. હરખ હજી ય પુત્રીને બહુ મોઢે ચડાવવાના ગેરફાયદાઓ વર્ણવતી ઓસરીમાં ઠારેલા દૂધના દોણામાં મેળવણ નાખવાની તજવીજ કરતી હતી.
‘મા ! દોણે મેળવણ નાખજે મા !’ સંતુએ ડેલીમાં પ્રવેશતાં જ સૂચના આપી.
‘એલી આ... આ બેડું કોને બદલી આવી ?' હરખે ચિંતાતુર અવાજે પૂછ્યું. ‘આપણો ઊભા ઘાટનો હાંડો મેલીને આવા બેઠો— !’
‘હવે ઊભા ઘાટ ને બેઠા ઘાટની પંચાત પછી કરજે ને ? અટાણે તો ઝટ વાળુ કાઢ ! ભૂખ ઠીકઠીકની લાગી છે.’
હરખે દોણામાં મેળવણ નાખવાનું માંડી વાળીને સંતુએ પાણિયારે મૂકેલું નવું બેડું અવલોકવા માંડ્યું. થોડી વારે એ બોલી ઊઠી :
‘એલી, આ તો ઠુમરના ઘરનું બેડું છે ! દેવશીની વઉ ઊજમની ઇંઢોણી ઉપર રોજ જોઉં છું ઈ જ.’
‘તારે સાસરેથી બેડું લઈ આવી ?’ ટીહાએ પૂછ્યું.
કાબરીને માથે હાથ પંપાળવા પહોંચી ગયેલી સંતુએ ત્યાં દૂર ઊભાં ઊભાં જ ઉત્તર આપ્યો :
‘કાળા ચોરને ઘેરથી લઈ આવી. એની તમારે શી પંચાત ? તમારે તો બેડું જોતું’તું ને ?’
અને કશું વધારે બોલ્યા વિના સંતુએ હાથમાં કડબનો પૂળો લઈને કાબરીના આગળ ધર્યો : ‘લે હવે બવ વાયડી થા મા, ને ખાઈ લે મૂંગી મૂંગી.’
આ મૂંગુ પ્રાણી પણ કેમ જાણે સંતુનું મનોગત પારખી ​ગયું હોય, એમ સત્વર કડબ ચાવવા લાગી ગયું : સંતુના મોં પરનો ઉલ્લાસ જાણે કે કાબરીની આંખમાં પ્રતિબિંબિત થવા લાગ્યો.
માબાપ ને દીકરી આખરે મોડી રાતે પણ વાળુ કરવા બેઠાં.
વળતી સવારે સંતુ આખા ગામ કરતાં વહેલી ઊઠી ને બેડું લઈને પાદરમાં દેરાણી-જેઠાણીની વાવે પહોંચી ગઈ. ભેગો, ઓઢણાંને છેડે નળિયાંનાં ઠીકરાંનો ભૂકો પણ બાંધતી ગઈ.
રઘાની હૉટેલ હજી ઊઘડી નહોતી. એનાં બારણાં પાસે ચાનો એક પાકો બંધાણી મૂળગર બાવો હૉટેલ ઊઘડવાની રાહ જોતો આળોટતો હતો. સંતુ આ બંધ બારણાં તરફ તુચ્છકારભરી નજર નાખીને કૂવે પહોંચી ગઈ.
કૂવાની પાળે બેસીને એણે બેડું ઉજાળવા માંડ્યું, નળિયાંનો ભૂકો ઘસીઘસીને બેડું ઉજાળ્યું; અંતરના ઉમંગથી ફરીફરીને ઉજાળ્યું; ચકચકતું તાંબુ પરિશુદ્ધ સોના જેવું થઈ ગયું ત્યાં સુધી ઉજાળ્યું. લાલ હિંગળોક જેવા ઝગમગતા બેડામાં સંતુનું એવું જ લાલ મોઢું દેખાયું ત્યાં સુધી ઉજાળ્યું.
એક કામઢી વહુવારુ તો ત્રણ ત્રણ વાર બેડાં ભરીને ઘેરે રેડી આવી ત્યાં સુધી સંતુ કૂવાની પાળ ઉપર બેસીને બેડું ઉજાળતી જ રહી તેથી પેલીએ સાહજિક કુતૂહલથી પૂછ્યું :
‘એલી સંતુ ! આજે દિવાળી આવી છે તી બેડું આટલું બધું ઊટકશ ?’
‘હા.’ સંતુએ એકાક્ષરી ઉત્તર આપીને પછી મનશું જ ઉમેર્યું : ‘મારે તો હોળીમાંથી દિવાળી થઈ ગઈ...!’
આખરે છલકતું બેડું માથે મૂકીને સંતુ કૂવાની પાળ ઊતરી ત્યારે સામે ડુંગર પછવાડે અંબામાની ટૂંક ઉપર સૂરજ મહારાજે કોર કાઢી હતી. બજારમાં હાટડીઓ ઊઘડી ગઈ હતી. રઘો પોતાના થડાના તખત ઉપર બેસીને, ખોં...ખોં ! કરતો માંડણી પછવાડેના ​ખૂણામાં બડખા ઉપર બડખા ફેંકતો હતો.
ઊગતા સૂરજનાં સોનેરી કિરણને ઝીલતી સંતુ બજારની ઊભી વાટથી પસાર થઈ ત્યારે એના નરવા સુડોળ દેહ ઉપર ગોઠવાયેલું બેડું એ યુવતીના નિષ્કલંક શીલ ને સૌભાગ્યની જેમ સૂર્યપ્રકાશની ટશરોમાં ઝગમગતું હતું.
એ ઝળહળાટ જોઈને રઘાની આંખ ઓજપાઈ ગઈ.
<center>*</center>
{{Poem2Close}}
{{Poem2Close}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = બેડું વહાલું કે આબરુન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = સતીમાતાની સાખે
}}
}}
18,450

edits