વસુધા/બૅન્કનો શરાફ

Revision as of 07:18, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બૅન્કનો શરાફ|}} <poem> સદા સરે છે મુજ આંગળાંથી અનેક નોટો તણી થપ્પીઓ ને આ કાન મારા સરવા બનીને કલદાર કેરા રણકાર પારખે, ને ભીમ જેવા અહીં ચોપડામાં કર્યા કરું નિત્ય જમાઉધાર; લક્ષ્મીતણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બૅન્કનો શરાફ

સદા સરે છે મુજ આંગળાંથી
અનેક નોટો તણી થપ્પીઓ ને
આ કાન મારા સરવા બનીને
કલદાર કેરા રણકાર પારખે,
ને ભીમ જેવા અહીં ચોપડામાં
કર્યા કરું નિત્ય જમાઉધાર;
લક્ષ્મીતણાં એ પગલાં પનોતાં
નોંધી રહું મૂક જતાં ચ આવતાં.

કશી વ્યથા, શા પુરુષાર્થ, કેવાં
મચ્યાં હશે દંગલ, શો પસીનો ૧૦
પડ્યો હશે, સંવનનો ય કેટલાં
બન્યાં હશે, કેવી ય કંજુસાઈ
કંકાલદન્તે કકડી હશે આ
અલભ્ય લક્ષ્મી નિજ હસ્ત પામવા!?

એ ઘોર શોરોતણી છાંટ આંહીં
કદી ન આવે, મજલે ઊંચે આ
નોટોતણી કેરી પહેરી સાડી
સ્મિતભર્યાં રુમઝુમ લક્ષ્મી આવતાં.

આ લક્ષ્મી ગંગાજલમાં ઝુલંતો,
તટે વળી કે મઝધાર માપતો, ૨૦
છતાં ન એના સ્પરશે ભીંજાતો

સદા ય કોરો કટ હું રહું છું.
આશા અને હું મરતાં સુધી તો
મહાન સાચ્ચે સ્થિતપ્રજ્ઞ થૈશ.

હજાર લાખ્ખો ઉથલાવનારનો
પચાસ કે એ બહુ તે પગાર છે.
મને નથી બીક જ વિશ્વ કેરી
માયા મહીં લેશ ખૂંચી જવાની,
ને બીક લખપતિ થૈ જવાની!