વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

no edit summary
(પ્રકરણ ૨ - ' ઋ' પૂર્ણ)
No edit summary
Line 887: Line 887:
ઋષિવસ્ત્ર (૪)
ઋષિવસ્ત્ર (૪)
:વલ્કલ, વ્યાઘ્રચર્મ, મૃગચર્મ, તૃણ.  
:વલ્કલ, વ્યાઘ્રચર્મ, મૃગચર્મ, તૃણ.  
{{center|'''[ ક ]'''}}
‘ક’ કાર (૫) (શીખોના)
:કેશ, કડુ, કંગી, કિરપાણ, કચ્છ.
કટુપૌષ્ટિક (૯)
:અતિવિષની કળી, કડવી નઈ, કલંભો, કાળીપાટ, વખમો, અરડૂસો, કરિયાતું, કાંકચ, ત્રાયમાણ. (વૈદક)
કથા (૨)
કથા, આખ્યાયિકા.
કન્યા (૫)
અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા, મંદોદરી.
કપિલાષષ્ઠી (૬)
ભાદ્રપદમાસ, કૃષ્ણ પક્ષની ષષ્ઠી.
કર્તા (૫)
સ્વતંત્ર, હેતુ, કર્મ અભિહિત, અનભિહિત.
કમલ (૫)
પુંડરીક ((શ્વેત), કોકનદ (લાલ), ઇંદીવર (નીલ), પીતકમલ, શ્યામકમલ.
(૫)
કરકમલ, પાદકમલ, નાભિકમલ, હૃદયકમલ, મુખકમલ.
(૮)
મૂલાધાર, વિશુદ્ધિ, મણિપૂર, સ્વાધિષ્ઠાન, અનાહત, આજ્ઞાચક્ર, સહસ્ત્રારચક્ર, સુરતિકમલ.
કર્મ (૨)
સકામકર્મ, નિષ્કામકર્મ.
(૨)-ઘાતિ, અધાતિ (જૈનમત).
(૩)
અસિ, મસિ, કૃષિ. (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧. પૃ. ૮૪૬)
(૩)
સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ.
(૩) નિત્ય, નૈમિત્તિક, કામ્ય.
(૪) કૃષ્ણકર્મ, શુકલકર્મ, મિશ્રકર્મ, પુણ્યકર્મ.
(૫) (વૈદક) વમન, વિરેચન, નિરુહબસ્તિ, નેહબસ્તિ, શિરોવિરેચન.
(૫)
ઉત્પ્રેક્ષણ, અવક્ષેપણ, સંપ્રસારણ, આકુંચન, ગમન.
(૫)
નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત, નિષિદ્ધ.
(૫) (વૈદક)
વમન, વિરેચન, નસ્ય, નિરુહ, અનુવાસન.
(૫)
દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ, વંદન. (દેવ સમક્ષ).
(૬) (બ્રાહ્મણના કર્મ) અધ્યયન, અધ્યાપન, દાન, પરિગ્રહ, યજન, યાજન.
(૬) (તાંત્રિકના કર્મ)
જા૨ણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન
(૬) હામ, તપ, સત્ય, વેદાજ્ઞા, અતિથિસત્કાર, વૈશ્વદેવ.
(૬) (શ્રાવકના કર્મ).
દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રવાચન, સંયમ, તપ, દાન.
(૬) (યોગકર્મ) ધૌતી, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક, કપાલભાતી.
(૭) (રાજાનાકર્મ)
વાવ, કુવા, તળાવ, મંદિર રચાવવા, અન્નદાન, વસ્ત્રદાન કરવું, ઉદ્યાન કરાવવા.
(૮) (રાજાના કર્મ)
આદાન, વિસર્ગ, મેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: અષ્ટ કર્મ)
(૮) (જૈનમત) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય.
(૧૪) (બૌદ્ધમત.)
પ્રતિસંધિ, ભવાંગ, આવર્જન, દર્શન, શ્રવણ, ઘ્રાણ, શયન, સ્પર્શ, સંપ્રતિચ્છન્ન, સં'તીર્ણ, ઉત્થાન, ગમન, તદાલંબન, ચ્યુતિ.
કર્મજ્ઞ (૧૮)
માર્જક, રક્ષક, ધરક, માપક, ક્ષુરક, દીપક, શલાક, પ્રતિગ્રાહક, કણિક, દાસ, કર્મકર, સૂપકર, લેખક, વાદક, ગાયક, નર્તક, તક્ષક, વધક.
કર્મયોગના તત્ત્વો (૪)
સંયમ, બુદ્ધિયોગ, અર્પણ, સમત્વ.
કર્મ–વજર્ય (૫)
(જન્મસ્થાને ચંદ્ર હોય ત્યારે ત્યજ્ય કર્મ-)યાત્રા, યુદ્ધ, ક્ષૌર, વિવાહ, ગૃહપ્રવેશ.
કર્માવસ્થા (૧૦)
બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્વાન, નિકાચીન.
કર્મેન્દ્રિય (૫)
જીભ, હાથ, પગ, ગુદા, ઉપસ્થ.
ક૨ (૫)
– જયેષ્ઠ સુદ પ્રતિપદા ભાવુકા, અમાવાસ્યાને, બીજેદિને.
– ફાલ્ગુન વદ પ્રતિપદા, હોળીને બીજે દિવસે,
– ગ્રહણને બીજે દિવસે.
– મકરસંક્રાતિને બીજે દિવસે.
– મૃત્યુ પામેલા મનુષ્યના બીજે દિવસે.
કરણ (૧૧)
બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગરજ, વણિજ, વિટી, શકુની, ચતુષ્પાદ, નાચ, કિંસ્તુઘ્ન.
કલા (૭)
માંસધરા, રક્તધરા, મેદધરા, કફધરા, પુરીષધરા, પિત્તધરા, રેતધરા. (સારંગધર)
(૧૨) (સૂર્યકલા).
જવાલિની, દાહિની, કિરણી, દીપિની, તેજિની, વિદ્યુતેજા, શંખિની, તાપિની, વર્ષની, ચાલકા, શોષિપ્રિયા, સ્ફુલ્લિંગા.
(૧૨) (સૂર્યકલા).
જાલિની, કિરણી, દાહની, દીપિની જ્યોતિણી, તેજિની, વિદ્યા, મોહિની, જિતની, શંખિની, પ્રકાશિની, દીપકલિકા.
(૧૫) (ચંદ્રકલા).
પ્રતિપદા, દ્વીતિયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી (ચૌદશ,) પૂર્ણિમા, અમાવાસ્યા.
(૧૬)
ઈક્ષણ, પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, નામ. (ષોડશી ભગવાનની).
(૧૬) (ચંદ્રકલા): અમૃતા, માનદી, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, શશની, ચંદ્રિકા, કાંતિ, જયોત્સ્ના શ્રી, પ્રીતિ, સંગદા, પૂર્ણા, પૂર્ણામૃત.
(૬૪)
ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ્ય, વિશેષકચ્છેદ્ય, તંડુલકુ- સુમાવલિવિકાર, પુષ્પાસ્તરણ, દશનવસનાંગરાગ, મણિભૂમિ-કાકર્મ, શયનરચન, ઉદકવાદ્ય, ઉદકઘાત, ચિત્રયોગ, માલ્યગ્રથન, કેશ–શેખરાપીડ યોજન, નેપથ્ય યોગ, કર્ણ પત્રભંગ, સુગંધયુક્તિ, ભૂષણયોજના, ઐંદ્રજાલ, કૌતુમારયોગ, હસ્ત લાઘવ, ચિત્રશાકાયૂપક્રિયા, પાનકરસરાગાસવ યોજન, સૂચી કર્મ, સૂત્રક્રિયા, પ્રહેલિકા, પ્રતિમાલા, દુર્વાયોગ, પુસ્તકવાચન, નાટકાખ્યાયિકા દર્શન, કાવ્યસમસ્યાપૂરણ, પટ્ટિકાવેત્રબાણ વિકલ્પ, તર્કકમ, તક્ષણ, વાસ્તુવિદ્યા, રૂપ્યરત્નપરીક્ષા, ધાતુવાદ, મણિરાગજ્ઞાન, આકારજ્ઞાન, વૃક્ષાયુવેર્દંયોગ, મેષકુકકુટલાવક યુદ્ધવિધિ, શુકસારિકાપ્રલાપન, ઉત્સાહન, કેશમાર્જન કૌશલ્ય, અક્ષરમુષ્ટિકાકથન, મલેચ્છિત કુતર્ક વિકલ્પ, દેશભાષાજ્ઞાન, પુષ્પશકટિકા, નિમિત્તજ્ઞાન, યંત્ર માતૃકા, સંવાચ્ય, માનસી કાવ્યક્રિયા, અભિધાનકોશ, છંદો જ્ઞાન, ક્રિયાવિકલ્પ, છલિતકયોગ, વસ્ત્રગોપન, દ્યુતવિશેષ, આકર્ષણક્રીડા, બાલક્રીડન, વૈનાયિકાવિદ્યાજ્ઞાન, વૈજયિકીવિદ્યા જ્ઞાન, વૈતાલિકીવિદ્યાગાન.
(૬૪)
સીરાધ્યાકર્ષણ, વૃક્ષારોપણ યાવાદિક્ષુવિકાર, વેણુતૃણાદિકૃતિ, ગજાશ્વસ્વાસ્થ, દુગ્ધદોહ વિકાર, ગતિશિક્ષા, પલ્યાણક્રિયા, પશુચર્માંગનિર્હાર, ચર્મમાર્દવક્રિયા, ક્ષુરકમ, કંચુકાદિસીવન, ગૃહભાંડાદિમાર્જન, વસ્ત્રસંમાર્જન, મનોનુકૂલસેવા, નાના દેશીયવર્ણલેખન, શિશુસંરક્ષણ, સુયુક્તતાડન, શય્યાસ્તરણ, પુષ્પાદિગ્રથન, અન્નપાચન, જલવાયવગ્નિસંયોગ, રત્નાદિસદ્જ્ઞાન, ક્ષારનિષ્કાસન, ક્ષારપરીક્ષા, સ્નેહનિષ્કાસન, ઈષ્ટિકાદિભાજન, ધાત્વૈર્ષધીસંયોગ, કાચપાત્રાદિકરણ, લોહાભિસરિ, ભાંડક્રિયા, સ્વર્ણાદિતાથાત્મ્યદર્શન, મકરંદાદિકૃતિ, સાગધાતુ જ્ઞાન, બાહ્યાદિભિર્જલતરણ, સૂત્રાદિરજ્જુકરણ, પટબંધન, નૌકાનયન, સમભૂમિક્રિયા, શિલાર્ચા, વિવરકરણ, વૃતખંડબંધન, જલબંધન, વાયુબંધન, શકુન શિક્ષા, સ્વર્ણ લેપાદિ સત્ક્રિયા, ચર્મકૌષેર્ક્ષ્યવાર્ક્યકાર્યાસાદિપટબંધન, મૃતસાધન, તૃણ્વદ્યાચ્છાદન, ચૂર્ણોપલેપા, વર્ણકર્મ, દારુકર્મ, મૃતકર્મ, ચિત્રાદ્યાલેખન, પ્રતિમાકરણ, તલક્રિયા, શિખરકર્મ, મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યાદૃતિ, વ્રણવ્યાધિનિરાકરણ, વનોપવનચ્ચના. (શિલ્પસંહિતા).
(૬૪)
નૃત્ય, તંત્રજ્ઞાન, ત્રીત, કાવ્ય, અશ્વપરીક્ષા, ધર્માચાર, સુપ્રસાદનકર્મ, કર્ણલાઘવ, ગેહાચાર, વિતંડાવાદ, શારીરશ્રમ, કામાવિષ્કરણ, મુખમંડન, સર્વભાષાવિશેષ, ચિત્ર, વસ્ત્રભરણ, ધનવૃષ્ટિ, વિદ્યા, તાલમાન, વક્રોક્તિ, વાસ્તુશુદ્ધિ, અંજન, કનકસિદ્ધિ, લલિતચરણ, વ્યાકરણ, અંકજ્ઞાન, રત્નમણિભેદ, રંધન, કથાકથન, વાણિજ્ય, યથાસ્થાન, વાદિત્ર, સંસ્કૃત જલ્પન, દંભ, આકારગોપન, નરલક્ષણ, લઘુબુદ્રી, નાટ્ય, વર્ણિકાવૃદ્ધિ, તૈલશુરભિતાકરણ, પરનિરાકરણ, જનાગાર, લિપિપરિચ્છેદ, ચિકુરબં ધન, કુસુમગ્રથન, ભોજ્ય, અંત્યાક્ષરિકા, મંત્ર, ક્રિયાકલ્પ, અંબુસ્તંભ, આરામારોપણ, ગજપરીક્ષા, શકુનવિચાર, ગૃહીધર્મ, વાક્પાટવ, મૃત્યોપચાર, વીણાનાદ, કુંભભગ, વૈધક્રિયા, શાલિખંડન, વરવેષ, અભિધાન પરિજ્ઞાન, પ્રશ્નપહેલિકા.
(૬૪)
નૃત્ય, ગીત, વાદ્ય, ગણિત, પઠિત, લિખિત, વકતૃત્વ, કવિત્વ, કાવ્ય, વાચકવ, નાદ, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિયાન, ધાતુવાદ, બુદ્ધિ, શૌચ, વિચાર, નેપથ્ય, વિલાસ, નીતિ, શકુન, ક્રીતવિક્રય, સંયોગ, હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહપાન, આહાર, સૌભાગ્ય, પ્રયોગ, ગંધ, વસ્તુ, રતન, પાત્ર, વૈદ્ય, દેશભાષિત, દેશવિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, સમય, વર્તન, હસ્તી, તુરગ, પુરુષ, નારી, પક્ષી, ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, હસ્ત, ઉત્તર, પ્રત્યુત્તર, શૈલ, શારીર, શાસ્ત્રકલા.
(૬૯)
લેખન, પઠન, કવિત, અંકકલા, ગાનકલા, નૃત્ય, વાજીંત્ર-વ્યાકરણ, છંદ, અલંકાર, નાટક, સટ્ટક, નખછેદન, પત્રછેદન, પત્રછેદન, આયુધકલા, ગજારોહણ, અશ્વારોહણ, હસ્તિપરીક્ષા, અશ્વપરીક્ષા, રત્નપરીક્ષા, પુરુષલક્ષણ, સ્ત્રીલક્ષણ, પશુલક્ષણ, મંત્રવાદ, યંત્રવાદ, રસવાદ, વિષાદ, વિદ્યાવાદ, બુદ્ધપ્રકાર, રુદ્રકલા, તર્કવાદ, સંસ્કૃતવાદ, પ્રાકૃતવાદ, પ્રત્યુત્તરકલા, દેશ ભાષા, કપટકલા, ચિત્રવિજ્ઞાન, સત્યસિદ્ધાંત, વેદાંતકલા, ગારુડીવિદ્યા, ઇંદ્રજાલવિદ્યા, બિનવિદ્યા, રાબિકલા, દાનકલા, શાસ્ત્રકલા, ધ્યાનકલા, પુરાણકલા, ઇતિહાસકલા, દર્શનભેદ કલા, ખેચરી, અમરકલા, ગમનકલા, પાતાલકલા, ધૂર્તકલા, વૃક્ષારોપણ કાષ્ટકલા, વાણિજ્યકલા, કલાઘટન, પાષાણકલા, વશીકરણ, કતરબની, ચિત્રકલા, ધર્મકલા, કર્મકલા, રસવંતી કલા, હસિતકલા, પ્રયોગમંત્ર, જ્ઞાનકલા, વિજ્ઞાનકલા, પ્રેમકલા, શિલ્પકલા. (વ. વૃં. દી.)
(૬૯)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચ, મંત્રકલા, વિચાર, વાદ, વાસ્તુ, નેપથ્ય, વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્તલાઘવ, કુસુમ, ઇન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહ પાત્ર, આહાર, સૌભાગ્ય, પ્રાગ, ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશભાષિત, વિજય, વાણિજ્ય આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિલેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, લિખિત, વકતૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, ધૂત, શરીરકલા.
(વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, વાદ્યકલા, નૃત્યકલા, ગણિતકલા, પઠિતકલા, લિખિત-કલા, વક્તૃત્વકલા, કવિત્વકલા, કથાકલા, વચનકલા, નાટકકલા, વ્યાકરણકલા, છંદઃ કલા, અંલકારકલા, દર્શનકલા, અભિધાનકલા, ધાતુવાદકલા, ધર્મકલા, અર્થકલા, કામકલા, વાદકલા, બુદ્ધિકલા, શૌચકલા, વિચારકલા, નેપથ્યકલા, વિલાસકલા, નીતિકલા, શકુનકલા, ક્રીતકલા, વિત્તકલા, સંયોગકલા, હસ્તલાઘવકલા, સૂત્રકલા, કુસુમકલા, ઇંદ્રજાલકલા, સૂચીકર્મકલા, સ્નેહકલા, પાનકકલા, આહારકકલા, સૌભાગ્યકલા, પ્રયોગકલા, મંત્રકલા, વાસ્તુકલા, વાણિજ્યકલા, રત્નકલા, પાત્રકલા, વૈદ્યકલા, દેશકલા, દેશભાષિતકલા, વિજયકલા, આયુધકલા, યુદ્ધકલા, કાષ્ઠકલા, પુરુષકલા, સૈન્યકલા, વૃક્ષકલા, છત્રકલા, હસ્તકલા, ઉત્તરકલા, પ્રત્યુત્તરકલા, શરીરકલા, સત્ત્વકલા, શાસ્ત્રકલા, લક્ષણકલા. (વ. ૨. કો.)
(૭૨)
વાદ્યકલા, નૃત્યકલા, ગણિત, પઠિત, લિખિત, લેખ્ય, વક્તૃત્વ, વચન, કથા, નાટક, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિધાન, ધાતુકર્મ, ધર્મ, અર્થ, કામ, વાદ, વૃદ્ધિ, પાચક, મંત્રા, વિનોદ, વિચાર, નેપથ્ય, વિલાસ, નીતિ, શકુન, ક્રીડન, તંત્ર, સંયોગ, હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ચંદ્ર, જીવ, સ્નેહ, પાન, આહાર, વિહાર, સૈાભાગ્ય, પ્રયોગ, ગંધ, વાદ, વસ્તુ, રત્ન, પત્ર, વિદ્યા, વ્યાસકલા, દશા વિજય, વણિજ, આયુધ, યુદ્ધ, સમય નિયુદ્ધ, વૃદ્ધન, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, નારી, ભૂમિ, લેપન, દંત, કાષ્ઠ, ઈષ્ટિકા, પાષાણ, ઉત્તર, પ્રત્યુત્તર, સૂચીકર્મ, શરીરશાસ્ત્રકલા. (વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચકલા, મંત્રકલા, વિચારકલા, વાદ, વાસ્તુ, નેપથ્ય વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્ત, લાઘવ, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચીકર્મ, સ્નેહ, પાન, આહાર, સૈભાગ્ય પ્રયોગ, ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશ, વિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, લિખિત, વક્તૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક, છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, દ્યૂત, શરીરકલા. (વ. ૨. કો.)
(૭૨)
લેખન, વાદ્ય, છંદ, કાવ્ય, તુરંગારોહણ, યંત્રવાદ, ગંધવાદ, ચિકિત્સા, વિધિ, વેદ, સામુદ્રિક, કપટ, ધૂર્તતા, અમરીકલા, સર્વકરણી, ઉપલેપ, યંત્રપરીક્ષા, ગારુડવિદ્યા, શકુનરુત, ગણિત, પઠન, અલંકાર, કાત્યાયન, પ્રજાશ્વયોગશિક્ષા, મંત્રવાદ, પ્રાકૃત, અપભ્રંશ, સિદ્ધાંત, આગમ, વિજ્ઞાન, વિદ્યાનુવાદ, મણિકર્મ, ઐંદ્રજાલ, પ્રાસાદલક્ષણ, ચર્મકર્મ, વશીકરણ, યોગાંગ, ગીત, શિક્ષા, વ્યાકરણ, નિઘંટુ, શાસ્ત્રાભ્યાસ, વિષવાદ, સંસ્કૃત, સ્મૃતિ, તર્ક, સંહિતા, વાપકેવિદ્યા, દર્શન, તરુચિકિત્સા, પાતાળસિદ્ધિ, પત્રછેદન, કાષ્ટઘટન, ધાતુકર્મ, નૃત્ય, જ્યોતિષ, નિરુક્તિ, ગજારોહણ, રસવાદ, ખન્યવાદ, પૈશાચિક, પુરાણ, વૈદક, ઇતિહાસ, રસાયન, સંસ્કાર, ખેચર્ય, યંત્રક, રસવતી, ચિત્ર, નખ છેદ્ય, દેશભાષા, કેવળવિધિ. (જૈનમત)
કલાનિધિ (ચંદ્ર) (૧)
કલિયુગના અવતાર (૨) બુદ્ધ, કલ્કિ.
કવાથ (૭)
પાચન, ધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.
કલ્કિપુત્ર (૪)
રાયદત્ત, વિજય, પરાજિત, બાહુ.
કલ્પ (૩૦)
શ્વેત, નીલલોહિત, વામદેવ, તતિરથ, રૌરવ, પ્રાણ, બૃહત્, કંદર્પ, પદ્મ, ઈશાન, વાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કૂર્મ, કર્મ, વિધિરાકા, નૃસિંહ, સામાનહૃત, સોમ, માનવ, ઉદાન, વૈકુંઠ, લક્ષ્મી, સાવિત્રી, ઘર, વરાહ, વૈરાજ, ગૌરી, મહેશ્વર. (બ્રહ્માના ત્રીસ દિવસના નામ)
કલ્પસૂત્ર (૫)
ઉત્તરાધ્યયનસૂત્ર, નિશીથસૂત્ર, કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, જિત કલ્પસૂત્ર.
કલ્યાણક (૫)
ગર્ભકલ્યાણકચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાન-કલ્યાણક, નિર્વાણકલ્યાણક.
કષાય (૯)
હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રીવેદ,
નપુંસકવેદ. (જૈનમત)
કસ્તી (૬)
– કુલ બોંતેર દોરા (યહનનનાં બોંતેર પ્રકરણ).
– ચાવીસ દેરાનું ફૂમતું (વિસ્પરદની ચોવીસકલમ).
–બાર દોરાના છ ભાગ (છ ધાર્મિક ફરજો).
–બાર દોરા (વર્ષના માસ.)
–છ ફૂમતાં (છ ઋતુના તહેવાર, ગાહમબાર.)
– બાંધેલા બધા દોરા (વિશ્વબંધુત્વ.)
કામબાણ (૫)
આસોપાલવ, કમળ, સરસવનું ફૂલ, આંબાનો મોર, ભૂરું કમળ.
(૫)
ચંપો, નાગકેસર, કેવડો, બીલીનું ફૂલ, આંબાનો મોર.
(૫)
અરવિંદ, અશોક, નવમલ્લિકા, આંબાન માર, નીલોત્પલ.
કામાવસ્થા (૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, જ્વર, જડતા, મૃત્યુ. (જુઓ ઃ અવસ્થા.)
કામિનિ (૧૪)
શાંતિ, ક્ષમા, દયા, ઉન્નતિ, ઉપરતિ, સંદ્વિધા, તિતિક્ષા, સ્વરૂપસ્થિતિ, મુમુક્ષા, નિષ્કામના, પ્રતીતિ, સુલીનતા, સમાધિ, નિર્વાણદશા.
કાયકલેશ (૬) (જૈનમત)
શરીરને કષ્ટ આપવું, અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, પ્રતિસંલીનતા.
કારક વિભક્તિ (૬)
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ.
કારણ (૨)
ઉપાદાનકારણ, નિમિત્તકારણ.
(૯)
ઉત્પત્તિ, સ્થિતિ, અવિભક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, કૃતિ.
કારણવાદ (૩)
આરંભ, પરિણામ, વિવર્ત.
કાલ (૩)
ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ.
કાલચક્ર (૨)
ઉત્સર્પિણી, અવસર્પિણી.
કાલમાપન (૯)
બ્રહ્મમાન, દિવ્ય, પય, પ્રાજાપત્ય, બાર્હસ્પત્ય, સૌર, સાયન, ચાંદ્ર, આર્ક્ષ.
કાલિદાસ (૩)
વિક્રમરાજના નવ રત્નમાંનો એક (જેણે ઋતુસંહાર, મેઘદૂત, રઘુવંશ, કુમારસંભવ, વિક્રમોર્વશી, માલવિકાગ્નિમિત્ર, શાકુંતલ રચ્યા.)
ભોજરાજાના સમયમાં ઉલ્લેખ મળે છે. (જેણે શ્યામલા દંડક, પુષ્યબાણવિલાસ, શૃંગારશતક, ભોજચંથૂ, ભોજપ્રબંધ રચ્યા.) કાઠિયાવાડના વસાવડને નાગર (જેણે ધ્રુવાખ્યાન, હરાખ્યાન, સીતાસ્વયંવર રચ્યા.)
કાલ્પનિક જીવ (૨૦)
અપ્સરા, અસુર, ભૂત, દૈત્ય, દાનવ, દસ્યુ, ગણ, ગંધર્વ, ગુહ્યક કિન્નર, કુભાંડ, કુષ્માંડ, નાગ, પિશાચ, રાક્ષસ, સિદ્ધ, વૈતાળ, વિદ્યાધર, યક્ષ, ધાતુધાન.
(૭૨)
કાવ્યના ગુણ (૩)
માધુર્ય, ઓજસ્, પ્રસાદ.
કાવ્યદોષ (૩૨).
ત્રણ પ્રકારની અશ્લીલતા (તન, વાણી, દૃષ્ટિની), જુગુપ્સા, વ્રીડા, અમંગળ, શ્રુતિકટુ, દુષ્ટ, અનુસંધાન, રસવર્જિત, ગ્રામ્યનિહિત, પંગુ, મૃત્તક, સંદિગ્ધ, કિલષ્ટ, નિરર્થક, પુનરુક્તિ-યુક્ત, ન્યૂનક્રમ, અધિકક્રમ, વ્યર્થ, હીન, યતિભંગ, અસમર્થક, અપ્રયુક્ત, દેશવિરોધી, પંથવિરોધી, સમયવિરોધી, લોકવિરોધી, શાસ્ત્રવિરોધી, વર્ણવિરોધી, શબ્દદોષ, લિંગદોષ, વાક્યદોષ.
કાવ્યના પ્રકાર (૩).
ગદ્ય, પદ્ય, ચંપૂ.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું સંદાતનિક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું ગુણવતી, ચાર શ્લોકનું પ્રભદ્રક, પાંચ શ્લોકનું બાલાવલી.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું સંદાતનિક, ત્રણ શ્લોકનું વિશેષક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.
કાવ્યના ભેદ (૨).
દૃશ્યકાવ્ય, શ્રાવ્યકાવ્ય.
કાળ (૮)
મહાહંસપદ, હંસપદ, કાકપદ, ગુરુ, લઘુ, દ્રુત, અણુ, ત્રુટિ. (સંગીત) (૧૩)
સપ્તર્ષિકાળ, વિક્રમકાળ, શાલિવાહનકાળ, બંગાળીસન, અમલીસન, ફસલીસન, સૂરસન, મણીસન, પરશુરામકાળ, યુધિષ્ઠિરકાળ, લક્ષ્મણસેનકાળ, રાજશક, ઈસ્વીસન.
કીર્તિ (૭).
દાન, પુણ્ય, કાવ્ય, વકતૃત્વ, વર્તન, શૌર્ય, વિદ્વજ્જનકીર્તિ. (વ. ૨. કો.)
કીર્તિલક્ષણ (૭).
દાન, પુણ્ય, વિદ્યા, વકતૃત્વ, કાવ્ય, આર્જવ, ઔદાર્ય.
કુલ (૮) (નાગના)
શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક.
કુલનક્ષત્ર (૧૨).
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્પ, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.
કુલાચલ (૭)
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિધ્ય, ગંધમાદન, પારિયાત્ર.
(૭) હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન (ઋષ્યવાન), વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ, શુક્તિમાન.
(૭)
હિમવાન, મલય, ચિત્રકૂટ, કૈલાસ, ઇંદ્રકીલ, કિષ્કિંધા.
(૭)
ચુલ્લહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રૂકિમ, શિખરી, મંદર.
કુળનક્ષત્ર (૧૨)
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.
કુલમહાભૂમિક (૧૦) (બૌદ્ધમત)
શ્રદ્ધા, વીર્ય, ઉપેક્ષા, નમ્રતા, અયથાર્થ બાબતોથી વિમુખતા, અલોભ, અદ્વેષ, અહિંસા, ચિત્તની કર્મણ્યતા, અપ્રમાદ.
(૧૬) (જૈનમત)
વજ્રપ્રભ, વજ્રસાર, કનક, કનકોત્તમ, રક્તપ્રભ, રક્તધાતુ, સુપ્રભ, મહાપ્રભ, મણિપ્રભ, મણિહિત, રુચક, એકાવંતસક, સ્ફટિક, મહાસ્ફટિક, હિમવત, મંદિર.
કૂટસ્વામી (૧૨) (જૈનમત)
ઉસેસય, શ્વેતભદ્ર, ભદ્ર, સુભદ્ર, અષ્ટ, સર્વર્તુરદ, આનંદ, નંદ, નંદિસેણ, મોડ, ગોસ્તૂપ, સુદર્શન.
(૧૬) (જૈનમત).
ત્રિશીષ, પંચશીર્ષ, સપ્તશીષ, મહાભુજ, પદ્મોત્તર, પદ્યસેન, મહાપદ્મ, વાસુકી, સ્થિરહૃદય, મૃદુહદય, શ્રીવચ્છ, સ્વસ્તિક, સુંદરનાગ, વિશાળાક્ષ, પાંડુરંગ, પાંડુકેશી.
કેવલજ્ઞાન (૫)
મતિ, શ્રુતિ, અવધિ, મનઃ પર્યાય, કેવલ.
કેળવણી (૪)
શારીરિક, બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક.
કોશ (૫)
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય.
(૫૬)
અમર, મેદિની, હલાયુધ, ત્રિકાંડશેષ, હરાવલી, રુદ્ર, નાનાર્થમંજરી, વિશ્વપ્રકાશ, વાગ્ભટ્ટ, માધવ, વાચસ્પતિ, ધર્મવાડી, તારપાલ, વિશ્વરૂપ, વિક્રમ, વૈજયંતી, આદિત્ય, કાત્યા, વામન, ચંદ્રયોગી, શુભાંક, ગોવર્ધન, રસભવાલ, રતનમાલા, ગંગાધર, જય, એકાક્ષરી, અમરદત્ત, હારરતિદેવ, બોપાલિત, શાશ્વત, વરરુચિ, ભૃગુ, નામમાલા, સંસારાવર્ણ, શબ્દાર્ણવ, હેમચંદ્ર, ઉત્પલિની, રાજકોશ, અજપાલ, અનેકરત્ન, ભારતમાલા, ભાવપ્રકાશ, ભાનુદીક્ષિત, ભૂરિપ્રયોગ, પદાર્થકૌમુદી, નાના રત્નમાલા, ઉત્પલ, રત્નમાલા, અનાદિ, ભારતમાલા, ધરણી, સિદ્ધાંતકૌમુદી, શબ્દસંપર્ક, શબ્દરત્નાવલી, ધરિણી.
કૌરવો (૧૦૦)
(ગીતાપ્રેસ, ગોરખપુરવાળી મહાભારતની આવૃત્તિમાં નિમ્નલિખિત કૌરવોનાં નામ મળે છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, દુર્મુખ, વિવિંશતિ, વિકર્ણ, જલસન્ધ, સુલોચન, વિન્દ, અનુવિન્દ, દુર્ધષ, સુબાહુ, પ્રધર્ષણ, દુષ્પઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુ, ચિત્રાંગદ, દુર્મદ, દુષ્પ્રધર્ષ, વિવિત્સુ, વિકટ, સમ, ઊર્ણનાભ, પદ્મનાભ, નન્દ, ઉપનન્દ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાહુ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિરોચન, અયોબાહુ, મહાબાહુ, ચિત્રચાપ, સુકુંડલ, ભીમવેગ, ભીમબલ, બલાકી, ભીમ, વિક્રમ, ઉગ્રાયુધ, ભીમશર, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનૂદર, જરાસંધ, દઢસંધ, સત્યસંધ, સહસ્રવાક, ઉગ્રશ્રવા, ઉગ્રસેન, ક્ષેમમૂર્તિ, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, દુરાધન, દૃઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચા, આદિત્યકેતુ, બહ્વાશી, નાગદત્ત, અનુયાયી, કવચી, નિષંગી, દંડી, દંડધાર, ધનુગ્રહ, ઉગ્ર, ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દઢરથ, અનાદ્યૃષ્ય, કુંડભેદી, વિરાવી, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, મહાબાહુ, વ્યૂઢોરુ, કનકાંગદ, કુંડજ, ચિત્રક.
–દુઃશલા નામની પુત્રી. (મહાભારત આદિપર્વ—સભાપર્વ શ્લોક ૯૩થી ૧૦૫ પૃ. ૧૯૬.)
(૧૦૦) (મહાભારત સંપાદક: સુકથનકર, પુના ૧૯૯૩ની આવૃત્તિમાં પૃ. ૪૮૦-૪૮૨માં કૌરવના નામની યાદી નિમ્ન મુજબ છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, જલસંધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્ષધ, સુબાહુ, દુપ્રાઘર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિંશતિ, વિકર્ણ, જલસંધ, સુલેચન, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ત, શરાસંધ, દુર્મદ, દુષ્પ્રજ્ઞ, વિવિત્સ, વિકટ, સમ, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાણ, ચિત્રવર્મા, સુવર્મા, ર્દુવિમોચન, અયબાહુ, મહાબાહુ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબલ, બલાકિ, બલવર્ધન, ઉગ્રાયુધ, ભીમકર્મ, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનુદર, દઢસંધ, જરાસંધ સત્યસેવ, સદ, સુવાક, ઉગ્રશ્રવા, અશ્વસેન, સેનાનિ, દુષ્પરાજય, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, દુરાવર, દોઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુર્વચસ, આદિત્યકેતુ, બહવાર્શ, નાગદંત, ઉગ્રયાયિન, કવચી, નિસંગી, પાશી, દંડધાર, ધનુર્ગ્રહ, ઉગ્ર ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દૃઢરથ, અનાધૃષ્ટા, કુંડભેદી, વીરાવિ, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, વ્યુધોરુ, કનકધ્વજ.
તથા કુંડાશી, વિરજા, દુઃશલા નામની ત્રણ પુત્રીઓ. કાંડ (૩)કર્મકાંડ (જૈમિનિ), ઉપાસનાકાંડ (પતંજલિ), જ્ઞાનકાંડ (બાદરાયણ).
કાંતાર (૫) (બૌદ્ધમત).
ચોરકાંતાર, વ્યાકાંતાર, અમાનુષકાંતાર, નિરુદકકાંતાર, અલ્પભક્ષ્યકાંતાર.
કુંભમેળો (૪).
હરદ્વાર, પ્રયાગ, નાસિક, ઉજ્જૈન.
કુંડલીભાવ (૧૨)
તનુ, ધન, સહજ, સુહત, સૂત, રિપુ, જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આપ્ત, વ્યય.
ક્રાંતિવૃત્ત (૬)
અયમંડલ, અયવૃત્ત અયક્રમ, અયમ, સ્પષ્ટક્રાંતિ, ક્રમણ.
ક્રિયા (૫) (જૈનમત).
આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા.
(૩૨).
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્થ, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષા, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, પાનીય, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર, ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર.
ક્રિયાપદ (૨)
–સકર્મક, અકર્મક.
ક્રિયાપાલન (૫)
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર–પ્રણિધાન.
(પાતંજલયોગસૂત્ર)
(૧૦)
સંતોષ, આસ્તિક્ય, દાન, ઇશ્વરપૂજન, સિદ્ધાંત, વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, તપ, હોમ. (યોગ કૌસ્તુભ),
ક્રિયાશક્તિ (૭)
ઇષ્ટ, પૂર્ણ, સ્વાધ્યાય, જપ, પૂજા, તપ, દાન.
ક્રિયાસ્થાન (૧૩) (જૈનમત)
અર્થદંડ પ્રત્યાયક, અનર્થદંડ પ્રત્યયિક, હિંસાદંડ પ્રત્યયિક, અકસ્માદંડ પ્રત્યયિક, દષ્ટિવિપર્યાસદંડ, મૃષાવાદ, અદત્તાદાન,
અધ્યાન્મ, માન પ્રત્યયિક, મિત્રદોષ, માયા, લોભ, ઈર્યાપથિકી.
કૃત્ય (૬) (જૈનમત).
દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસ કૃત્ય, સંવત્સરકૃત્ય, જન્મકૃત્ય.
કૃષ્ણરથના અશ્વો (૪)
સૈખ્ય, સુગ્રીવ, પુષ્પક, બલાહક.
કૃષ્ણપ્રિયા (૪)
કાલિંદી, ચંદ્રાવલી, રાધા, રાધા વૃષભાનુહજા.
કલેશ (૫) (યોગમત)
અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ.
કવાથ (૭) (વૈદક)
પાચન, શોધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.
કલેશમહાભૂમિક (૬) (બૌદ્ધમત).
મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રિય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન.