વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા

Revision as of 15:32, 4 March 2023 by Meghdhanu (talk | contribs) (પ્રકરણ ૨ - 'ક' પૂર્ણ)

વસ્તુસંખ્યા

અકુશલપથ (૧) (બૌદ્ધમત)
ત્રણ કાયિક : પ્રાણઘાત, અદત્તાદાન, વ્યભિચાર;
ચાર વાચિક : અસત્ય, ચાડી, કઠેર વાણી, બબડાટ;
ત્રણ માનસિક : પરદ્રવ્યનો લોભ, ક્રોધ, નાસ્તિકતા.

અક્ષરવર્ણ (૫૨)
વિપ્રવર્ણ = ૨૧. : સ્વર ૧૬ + વ્યંજન (ક, ખ, ગ, ઘ ઙ)
ક્ષત્રિયવર્ણ = ૧૦. : ચ, છ, જ ઝ, ક્ષ, ટ, ઠ, ડ, ઢ, ણ.
વૈશ્યવણ = ૧૦. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ.
શુદ્રવર્ણ = ૧૧. : ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.

અખાડા સાધુબાવાઓના (૫)
નિર્બાની, નિરંજન, નીલ પર્વત, ઉદાસી, નિર્માલી.

અખાડા (સાધુબાવાઓના) (૧૮)
અઘોરી, અરણ્ય, અવધૂત, આનંદ, આશ્રમ, ઇંદ્ર ઉદાસી, 'કાનફાડા, કામમેલ, ગોદડ, ગોરખપંથી, નંગાગિરી, નિરંજની, નિર્વાની, પુરી, ભારતી, રાઉન, બન, સરભંગી.

અગમ્યા (એક શય્યા માટે) (૫)
માતા, બહેન, દીકરી, પુત્રવધૂ, ગુરુપત્ની.

અગારી વ્રત (૫)
હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, પરિગ્રહની હદ બાંધવી. (– જૈનમત) અગ્નિ (૩)
લૌકિક, જઠરાનલ, વડવાનલ.
(૩) (વૈદક મુજબ) ભૌમ, દિવ્ય, જઠર.
(૩) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ.
(૬) (કર્મકાંડ મત) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્યાગ્નિ, આવસશ્ય, ઔપાસ્ય.
(૬) ધૂમાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ખરાગ્નિ, ભડાગ્નિ (રસાયન મત)
(૭) કાલાનલ (કાલરૂપી અગ્નિ), હવ્યાનલ (અગ્નિકુંડમાંનો અગ્નિ,) વડવાનલ (સમુદ્રમાંનો અગ્નિ) સહસ્રાનલ (સૂર્યમાંનો અગ્નિ), વિષાનલ (શેષનાગના મુખમાંનો અગ્નિ) ભવાનલ. (પૃથ્વીના પેટાળનો અગ્નિ), હરાનલ (શિવના ત્રીજા નેત્રનો અગ્નિ).
(૧૧)કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય, ઉપાયાસ.
(૧૫) વૈશ્વાનર, લોચનીક, પાવક, મંગલ, સૂર્યદૂત, મારક, મૃદુ, ગાર્હસ્પત્ય, વડવાનલ, મેદવાનલ, જઠરાનલ, ક્રવ્યાદાનલ, ક્રોધાનલ, વિરહાનલ, ભવાનલ (વસ્તૃવંદદીપિકા).
અગ્નિકલા
(૧૦) ધૂમાર્ચિ, ઉષ્ણા, જ્વાલિની, જલની, સ્ફુલ્લિંગી, અતિસ્નના, હવ્યવાહિની, કવ્યવાહિની, નીલરક્તા રુદ્રાયણી.
(૧૦) ધૂમા, અર્ચિ, ઉષ્મા, જવલિની, જવાલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરુપા, કપિલા, હવ્યકવ્યવહા
અગ્નિજિહ્વા (૭)
(સાત્ત્વિક) હિરણ્યા, રક્તા, કૃષ્ણ, સુપ્રભા, બહુરૂપા, અતિરક્તા, કનકા.
(રાજસી) કરાલી, ભૂમિની, શ્વેતા, લોહિતા, નીલલોહિતા, સુવર્ણા, પદ્મરાગા.
(તામસી) કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમવર્ણા, વિસ્ફુલ્લિંગી, વિશ્વરુચિ, લોલાયમાના (૭) કાલી, કરાલી, મનેજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલિંગિની, વિશ્વરુપી. (મુંડકોપનિષદ્દ)
અગ્નિપત્ની (૧૬)
સ્વાહા, વહ્નિપ્રિયા, વહ્નિજાયા, સંતોષકારિણી, શક્તિ, ક્રિયા, કાલદાત્રી, પરિપાકકરી, ધ્રુવા. સર્વદાનરગતિ,દાહિકા, દેહનક્ષમા, સંસારસારરુપા, ઘરસંસારતારિણી, દેવજીવનરુપા, દેવપોષણ-કારિણી

અગ્નિપુત્ર (૪)
પાવક, પવમાન, શુચિ, સ્વાચિત

અજ. (૫).
દશરથના પિતા, બ્રહ્મા, શિવ, કામ.

અજાયબી (૭)
(કુદરતી)
નાયગ્રાનો ધોધ, ઉત્તરધ્રુવના હીમપર્વતો, હિમાલય, સહરાનું રણ, આફ્રિકાના જંગલો, વિસુવિયસ જવાળામુખી, ગ્રાંડ કેનિયોન (અમેરિકા)
(પ્રાચીન).
સિસરના મિનારા, હેલિકાર્ને સસમાં આર્ટિમિસિઆચે બાંધેલો હજીરા, યુસુફમાં ડાયેનાનું દેવળ, બેબીલોનનો ઝૂલતો બગીચો રેડ્ઝનું પૂતળું, જ્યુપીટર આલ્ફસનું પૂતળું', એલેક્ઝાંડ્રિયાનો નજર મિનારો. (૭)
(માનવસર્જિત) તાજમહાલ (ભારત), ચીનની દીવાલ (ચીન), મોસ્કો ઘંટ (રશિયા), પીઝાનો ટાવર (ઈટાલી), પિરામિડો (ઈજિપ્ત), એફિલ ટાવર (ફ્રાન્સ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (અમેરિકા).

અણુવ્રત (૪).
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
(જૈનમત) (૫) પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તા-દાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ (જુઓઃ અવ્રત)
અતિચાર (૫) (જૈનમત)
શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિ, પ્રશંસા, અતિદેશ (૫)
શાસ્ત્રાતિદેશ, કાર્યાતિદેશ, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, રૂપાતિદેશ.

અત્યતાભાવ. (૧૦)
આકાશકુસુમ, વંધ્યાપુત્ર, શશશૃંગ, અજાગલસ્તન, પૂનમનું
સૂર્યગ્રહણ, અમાસનું ચંદ્રગ્રહણ, પાણી વલોવવાથી ઘી, રેતી પીલીને કાઢેલું તેલ, કાચબાની પીઠના વાળ, હિમથી અગ્નિ.

અતિશયોક્તિ (૫)
રુપક, ભેદક, સંબન્ધ, અસંબન્ધ, અક્રમ (અત્યંત)

અતિસાર (૫) (વૈદક)
વાયુજન્ય, પિત્તજન્ય, કફજન્ય, સન્નિપાતજન્ય, શોકજન્ય, આમજન્ય.

અતીત (૧).
અથર્વવેદના ઉપનિષદ (૩)
પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડક્યોપનિષદ.

અદત્તદાન (૩) (જૈનમત).
દ્રવ્યાદત્તદાન, ભાવાદત્તદાન, દ્રવ્યભાવાદત્તદાન. (૪) સ્વામી અદત્તદાન, જીવઅદત્તદાન, તીર્થંકર અદત્તદાન, ગુરુ અદત્તદાન.
અદાલત (૪).
નિઝામત અદાલત, દિવાની અદાલત, ફોજદારી અદાલત, અદાલતે કાઝી. (મુસલમાન રાજ્યની)

અધર્મ (૫).
વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપધર્મ, છલ.

અધિકરણ લક્ષણ (૫)
વિષય, વિશય (સંશય), પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ, નિર્ણય.

અધિકારી (૧૮).
મંત્રી, પુરોહિત, સેનાપતિ, યુવરાજ, દૌવારિક, અંતરવંશિક, પ્રશાસ્ત્રી, સમાહરત્રિ, સન્નિધાત્રી, પરદેશત્રિ, નાયક, પૌર, ન્યાયાધીશ, હારમાંતિક, અધ્યક્ષ, દંડપાલ, દુર્ગપાલ, અંતપાલ
(અર્થશાસ્ત્ર)

અધિદેવ (૧૪).
ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, સૂર્ય, દિશાઓ, અશ્વિનૌ, વરુણ,
વાયુ, ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, મિત્ર અથવા મૃત્યુ, પ્રજાપતિ. અધિભૂત (૧૪).
મંતવ્ય, બોદ્ધવ્ય, ચેતયિતવ્ય, અહં કર્તવ્ય, દૃષ્ટવ્ય, શ્રોતવ્ય, ઘ્રાણવ્ય, રસયિતવ્ય, સ્પર્શચિતવ્ય, આદાતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, વિસૃજ્ય, સ્ત્ર્યાદ્યાનંદ.

અધ્યાત્મ (૧૪).
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આંખ, કાન, નાક, જીભ, ચામડી, હાથ, પગ, વાણી, ગુદા, ઉપસ્થ.

અધ્યાપક (૨).
આચાર્ય, ઉપાધ્યાય.
અધ્યાસ (૫). (જુઓ: ઈંદ્રિયાધ્યાસ).

અનર્થકારણ (૪).
ધન, જોબન, પ્રભુત્વ, અવિવેકિતા.

અનાજ (૩).
શિંગ, ડોડો, પોપટો.

અનાદિષટ્ક (૬)
જીવ, ઈશ્વર, શુદ્ધ ચૈતન્ય, અવિદ્યા, ચેતન અને અવિદ્યાનો યોગ, તથા તેમનો પરસ્પર સંબન્ધ.

અનાવૃષ્ટિ (૩).
દિવસે વાદળ, બપોરે છાંટા, રાતે તારા.

અનુપપત્તિ (૭). (વેદાંતમત).
આશ્રયાનુપપત્તિ, નિરાધાનાનુ૫૫ત્તિ, સ્વરુપાનુપપત્તિ, અનિ ર્વચનીયવાનુપપત્તિ, પ્રમાણુનુપપત્તિ, નિવર્તકાનુ૫૫ત્તિ, નિવૃત્ત્યનુપત્તિ.

અનુપ્રેક્ષા (૪). (જૈનમત).
એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. અનુબંધ (૪). વિષય, પ્રયોજન, સંબન્ધ, અધિકારી.

અનુભાવ. (૪).
સાત્ત્વિક, કાયિક, માનસિક, આહાર્ય.

અનુમાન (૨).
સ્વાર્થાનુમાન, પરાર્થાનુમાન.
(૩). પૂર્વવત્, શેષવત્ , સામાન્યતોદૃષ્ટ.
(૩). કેવલાન્વયી, વ્યતિરેકી, અન્વયવ્યતિરેકી.
(૧૦).
જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન, પ્રયોજન, સંશયવ્યુદાસ.

અનુમાનઅવયવ, (૫).
પક્ષ, સાધ્ય, હેતુ, વ્યાપ્તિ, દૃષ્ટાંત.

અનુવાદ (૩).
ભૂતાર્થાનુવાદ, સ્તુત્યાર્થાનુવાદ, ગુણાનુવાદ.

અનુશય (૨).
કર્માનુશય, ફલાનુશય.

અનુશયના ભેદ (૩)
સંકેતવિઘટ્ટના, ભાવકેતનષ્ટા, રમણગમતા. (કાવ્યનાભેદ). અનંત (૦).

અન્તઃ પ્રકૃતિ (૩)
સ્વામી, અમાત્ય, સુહૃદ્દ,

અન્ન.
(૪)
શુષ્ક, પકવ, સ્નિગ્ધ, વિદગ્ધ.
(૪) ખાદ્ય, પેય, ચોષ્ય, લેહ્ય.
(૭) ચોખા, ઘઉં', મગ, અડદ, જવ, તલ, કાંગ (ભ.ગો.મંડલ).
(૭) ડાંગર, દેશયજ્ઞ, પૌર્ણ માસયજ્ઞ, મન, પ્રાણ, દૂધ, વાણી. (ભ. ગો. મંડલ).

અપરાપ્રકૃતિ (૮)
પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અપરાવિદ્યા. (૧૦)
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જતિષ, છંદ.
અપાય (૪)
નરક, તિર્યક્યોનિ, પ્રેતવિષય, અસુરલોક (ચાર પ્રકારે દુર્ગતિ. બૌદ્ધમત). અપૂર્વ.
(૪) (યજ્ઞની શક્તિ).
ફલાપૂર્વ, સમુદાયાપૂર્વ, ઉત્પત્તયપૂર્વ, અગાપૂર્વ.

અપૂર્વવિધિ (૪)
કર્મવિધિ, ગુણવિધિ, વિનિયોગવિધિ, પ્રયોગવિધિ.

અપ્સરા
(૭) રંભા, ધૃતાચી, મેનકા, તિલોત્તમા, મંજુઘોષા, ઉર્વશી, સુકેશી.
(૧૨)
મેનકા, રંભા, ઉર્વશી, પ્રમલોચા, અનુમ્લોચા, સેનજિત, પૂર્વચિત્તી, તિલોત્તમા, ધૃતાચી, સ્વયંપ્રભા, ભિક્ષકેશી, જનવલ્લભા.

અબ્જ (૧)

અભાવ (૪)
પ્રાગભાવ, પ્રવિધ્વંસાભાવ, અત્યંતાભાવ, અન્યોન્યાભાવ.

અભિચાર (૬)
મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ.

અભિજ્ઞા (૫)
ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી.

અભિધર્મપિટક (૭) (વિભાગ–ઔદ્ધમત).
ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, પુગ્ગલપઝઝત્તિ, કથાવત્થુ, યમક, પટ્ઠાન.

અભિધા. (૧૪)
સંયોગ, વિયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, બીજા પ્રસિદ્ધ શબ્દનું પાસે હોવાપણું, સામર્થ્ય, યોગ્યતા, દેશ, કાળ, વ્યક્તિ, સ્મૃતિ.

અભિનય (૪)
આંગિક, વાચિક, આહાર્ય સાત્ત્વિક.

અભિનયમુદ્રા (૨૪)
અંજલિ, કપોત, કર્કટ, સ્વસ્તિક, દોલ, પુષ્પપુટ, ઉત્સંગ, શિવલિંગ, કટકવર્ધન, કર્તરી, સ્વસ્તિક શકટ, શંખ, ચક્ર, સંપુટ, પાશ, કીલડ, મત્સ્ય, કૂમ, વરાહ, ગરુડ, નાગબંધ, ખટ્વ, ભેરુડ, અવહિત્ય, :મુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, ધ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણમુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહ, મુદ્રલ, પલ્લવ, નાગ.

અભિનિબોધ (૪) (જૈનમત)
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા.

અભિવ્યક્તિકારણ (૯).
ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, ધૃતિ.

અભિસારિકા (૩)
કૃષ્ણાભિસારિકા, (અંધારી રાતે પ્રિયતમને મળવા જનારી), શુકલાભિસારિકા, (ચાંદનીમાં મળવા જનારી), દિવાભિસારિકt. (દિવસે મળવા જનારી).

અભ્ર (૦)

અમશાસ્પંદ (ફિરસ્તા) (૭) (જરથોસ્તી).
અહ્રમઝદ, બહમન, અર્દીબહિશ્ત, શેહેરીવર, અસ્ફંદારમદ, ખોરદાદ, અમરદાદ.

અમૂર્તગુણ (૧૦)
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અધર્મ, ભાવના, શબ્દ.

અમેધ્ય (૧૨)
હાડકું, મુડદું, વિષ્ટા, મૂત્ર, ચરબી, પરસેવો, આંસુ, પરૂ, કફ, મદ્ય, વીર્ય, રજ.

અમૃત (૭) (વૈદક)
હરડે, બહેડાં, આમળાં, જેઠીમધ, લોહ, મધ, ઘી.

અમૃતદ્યુતિ (૧)

અમ્લ પંચક (૫) (વૈદક)
બોર, કોકમ. દાડમ, ચૂકો, અમ્લવેતસ. (૫) (વૈદક) જંબીરી લીબું, ખાટાં અનાર, આમલી, નારંગી, અમ્લવેતસ. (૫) (વૈદક) બીજોરુ નારંગી, અમ્લવેતસ, આમલી, જંબીર.

અયન (૨)
ઉત્તરાયણ, દક્ષિણાયણ.

અયોનિજા (૩)
સીતા, દ્રૌપદી, લક્ષ્મી.

અરણ્ય (૧૨)
આપારણ્ય, દ્વિપારણ્ય, તમારણ્ય, લોકારણ્ય, ચિકુટારણ્ય, સ્વર્ગારણ્ય, અંધકારણ્ય, કોક્ષેઆરણ્ય, મનુષ્યારણ્ય, ઉદ્વેષારણ્ય, કૂર્મારણ્ય, તલારણ્ય.
(૧૨) ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય નિમિષારણ્ય, અર્બુદારણ્ય, પદ્મારણ્ય, ધર્મારણ્ય, બ્રહ્મારણ્ય, ગુહ્યારણ્ય, જબુંકારણ્ય, પુન્યકારણ્ય, દેવદારુકારણ્ય, ઐક્ષારણ્ય, નઘુષારણ્ય, દ્વૈતારણ્ય. (વ.વૃં.દી.)

અલખ (૧)

અવનિ (૧)

અર્કકાન્તા (૨)
સંજ્ઞા, છાયા,

અર્કબંધુ (૪)
બુદ્ધદેવ, ચૈતન્યબુદ્ધ, શાકયમુનિ, સર્વાર્થસિદ્ધ.

અર્ધ્ય (૩)
પત્ર, પુષ્પ, જલ,
(૩) ચોખા, દૂર્વા, પુષ્પ.
(૮)
પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન, ધોળી કરેણ.
(૧૦)
જલ, દૂર્વા, ફૂલ, જવ, દૂધ, કુશાગ્ર, દહીં, સરસવ, ચોખા, સુગંધી વસ્તુ

અર્જુનપુત્ર (૪)
શ્રુતકીર્તિ (દ્રૌપદીથી), ઈરાવાન્ (ઉલૂપીથી), બબ્રુવાહન (ચિત્રાં
ગદાથી), અભિમન્યુ (સુભદ્રાથી).

અર્થદોષ. (૨૪)
અપુષ્ટાર્થ, કષ્ટાર્થ વ્યર્થાર્થ; વ્યાહત, અર્થપુનરુક્તિ, દુઃક્રમ, ગ્રામ્ય, સંદિગ્ધ, નિર્હેતુ, પ્રસિદ્ધિવિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, અનવિકૃત, સનિયમ, અનિયમ, સવિશેષ, અવિશેષ, સાકાંક્ષ, અપદયુક્ત, સહચરભિન્ન, :પ્રકાશવિરુદ્ધ, વિધિવિરુદ્ધ, અનુવાદવિરુદ્ધ, ત્યક્ત પુનઃ સ્વીકૃત, અશ્લીલ.

અર્થપ્રકાર (૫)
મિત્ર, પશુ, ભૂમિ, ધન, ધાન્ય,ની પ્રાપ્તિ.

અર્થપ્રકૃતિ. (૫)
બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી, કાર્ય.

અર્થભેદ (૩)
રૂઢ, યૌગિક, મિશ્ર.

અર્થવાદ (૩)
ગુણવાદ, અનુવાદ, ભૂતાર્થવાદ.

અર્થો (૧૦)
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈક્ષાનુકથા, વિરોધ, મુક્તિ, આશ્રય.

અર્થોપક્ષેપક (૫)
વિષ્કંભક, પ્રવેશક, ચૂલિકા, અંકાવતાર, પંચમુખ.

અલખ (૧)

અલંકાર (૩)
શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર,
(૩૩)
આશીર્વાદ, અક્રેદ, કપટ, અક્ષમા, ગર્વ, ઉદ્યમ, આશ્રય, ઉત્પ્રાસન, સ્પૃહા, ક્ષોભ, પશ્ચાત્તાપ, ઉપયતિ, આશંસા, અધ્યવસાય, વિસર્પ, ઉલ્લેખ, ઉત્તેજન, પરિવાદ, નીતિ, અર્થ વિશેષણ, પ્રોત્સાહન, સાહાપ્ય, :અભિમાન, અનુવૃત્તિ, ઉત્કીર્તન, યાંચા, પરિહાર, નિવેદન, પ્રવર્તન, આખ્યાન, યુક્તિ, પ્રહર્ષ, શિક્ષા.
(૪૪)
અનુપ્રાસ, યમક, દીપક, રૂપક, ઉપમા, અર્થાન્તરન્યાસ, આક્ષેપ, વ્યતિરેક, વિભાવના, સમાસક્તિ, અતિશયોક્તિ, યથાસંખ્ય, ઉત્પ્રેક્ષા, વાર્તા, પ્રેયસ, રસવંત, ઊર્જસ્વિન, પર્યાયોક્તિ, સમાહિત, ઉદાત્ત, :શ્લેષ, અપહ્નુતિ, વિશેષોક્તિ, વ્યાજસ્તુતિ, ઉપમારૂપક, તુલ્યયોગિતા, નિદર્શન, વિરોધ, ઉપમેયોપમા, સહોક્તિ, પરિવૃત્તિ, સસંદેહ, અનન્વય, ઉપેક્ષાવયવ, સંકીર્ણ, આશિષ, હેતુ, નિપુણ, સ્વભાવોક્તિ,

અપ્રસ્તુતપ્રશંસા, સૂક્ષ્મ, લેશ, વક્રોક્તિ, સંકર. (ભ. ગો. મંડલ).
(૭૦)
ઉપમા, અન્વય, ઉપમેયોપમા, ઉત્પ્રેક્ષા, સસંદેહ, રુપક, અપહ્નુતિ, શ્લેષ, સમાસોક્તિ, નિદર્શના, અપ્રસ્તુતપ્રશંસા, અતિશયોક્તિ, પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાન્ત, દીપક, માલાદીપક, તુલ્યયોગિતા, વ્યતિરેક, આક્ષેપ, વિભાવના, વિશેષોક્તિ, યથાસંખ્યા, અર્થાન્તરન્યાસ, વિરોધ, સ્વભાવોક્તિ, વ્યાજસ્તુતિ, સહોક્તિ, વિનોક્તિ, પરિવૃત્ત, ભાવિક, કાવ્યલિંગ, પર્યાયોક્તિ, ઉદાત્તપ્રથમ, ઉદાત્ત દ્વિતીય, સમુચ્ચય, પર્યાય, અનુમાન, પરિકર, વ્યાજોક્તિ, પરિસંખ્યા, કારણમાલા, અન્યોન્ય, ઉત્તર, સૂક્ષ્મ, સાર, તદ્ગુણ, અતદ્ગુણ, અસંગતિ, સમાધિ, સમ, વિષમ, અધિક, પ્રત્યનીક, મિલિત, ભ્રાન્તિમાન, વ્યાઘાત, પ્રતીપ, સામાન્ય, વિશેષ, સ્મરણ, સંસૃષ્ટિ, સંકર, (અર્થાલંકાર) વક્રોક્તિ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાટાનુપ્રાસ, યમક, શ્લેષ, ચિત્ર, પુનરુક્તવદાભાસ. (શબ્દાલંકાર).
(મમ્મટ કાવ્યપ્રકાશ.)

અવગુણ (૮)
નિંદા, બલાત્કાર, દગો, ઈર્ષા, અસૂયા, અર્થદૂષણ, અપશબ્દ, તાડન.

અવતાર (૧૦)
મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(૧૫)
ઋષભદેવ, કપિલ, દત્તાત્રેય, હંસ, કુમાર, સુયજ્ઞ, નારદ, પૃથુ, ત્રિવિક્રમ, હયશિર્ષ, નરનારાયણ, ધન્વન્તરી, મોહિની, શ્રીકૃષ્ણ, વ્યાસ, (૧૭)
શ્રીઅણહાદ, અલખ, નામનીલ, અનીલ, સુન, સાન, નાન, જ્ઞાન, નુર, તેજ, જળ, કમળ, અદબુદ, જાંગ, તંતવ, પ્રેમતંતવ, આદપુરુષ. ખોજામત પ્રમાણે–વિષ્ણુના.)
(૨૨)
પ્રજાપતિ, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.
(ભાગવતપુરાણ પ્રમાણે.)
(૨૨)
સનકાદિક, વરાહ, યજ્ઞરૂપ, હયગ્રીવ, નરનારાયણ, કપિલદેવ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, મત્સ્ય, કૂર્મ, ધન્વન્તરિ, હરિ, નૃસિંહ, વામન, હંસ, નારાયણ, મન્વંતર, પરશુરામ, રામ, વેદવ્યાસ, શ્રીકૃષ્ણ. :(પરસોત્તમગીતા પ્રમાણે.)
(૨૩)
મત્સ્ય, કૂર્મ, વરાહ, લઘુતન્, ભાર્ગવ, રામચન્દ્ર, કૃષ્ણ, બૌદ્ધ, કલ્કિ, કપિલ, હયમુખ, નારદ, હંસ, યજ્ઞ, દત્તાત્રેય, વિરાનન, ઋષભ, મુનિરાય, વ્યાસ, વેન્ય, ધ્રુવ, સ્વયંભૂ
(સંસ્કારગણપતિ પૃ. ૧૩.)
(૨૪)
સનક, સનંદન, સનાતન, સનત્કુમાર (બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયાં. ચારેય ને પ્રથમ ક્રમ જ આપ્યો છે.) વરાહ, યજ્ઞપુરુષ, હયગ્રીવ, નારાયણ (ઋષિ), કપિલદેવમુનિ, દત્તાત્રેય, ઋષભદેવ, પૃથુરાજા, :મચ્છાવતાર, કૂર્માવતાર, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, હંસપક્ષી, નારાયણ, હરિ, પરશુરામ, રામ, વેદવ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ. (ભ. ગો. મંડળ)
અવતારહેતુ (૧૧)
ધર્મ સ્થાપવા, યજ્ઞકર્મ શીખવવા, જીવનું કલ્યાણ કરવા, અસુરોથી રક્ષણ કરવા, સાંખ્ય-યોગ પ્રવર્તાવવા, ત્યાગ–યોગ દર્શાવવા, અસિ અને કૃષિકર્મ શીખવવા, સાતમી ભૂમિકાનું જ્ઞાન આપવા, પૃથ્વીને રસાળ :કરવા, સુકૃતજનની રક્ષા કરવા, દુષ્ટોને નાશ કરવા. (પુરુષોત્તમગીતા.)

અવધિજ્ઞાન (૬)
અનુગાર્મિક, અનનુગામિક, વર્ધમાન, હાયમાન, અવસ્થિત, અનવસ્થિત.

અવનિ (૧)

અવયવ (૩)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ.
(૩)
ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન.
(૫)
પ્રતિજ્ઞા, અપદેશ, નિદર્શન, અનુસંધાન, પ્રત્યામ્નાય.

અવસર (૩)
જન્મ, વિવાહ, મરણ.

અવસ્થા (૨)
પૂર્વાવસ્થા, ઉત્તરાવસ્થા.
(૩)
બાલ્યાવસ્થા, તારુણ્યાવસ્થા, વાર્ધકયાવસ્થા.
(૩)
અનાગત, વ્યક્તાભિવ્યક્ત, તિરહિત. (સાંખ્ય પ્રમાણે.)
(૩)
જાગ્રતાવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તાવસ્થા.
(૪)
જાગ્રત, સ્વાપ્ન, સુષુપ્તિ, તુર્યાવસ્થા. (વેદાંતપ્રમાણે.)
(૪)
બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય.
(૫)
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય, ઉન્મનીયા.
(૫) (નાટ્યશાસ્ત્ર.)
આરંભ, યત્ન, પ્રાસ્યાશા, નિયતાપ્તિ, ફલાગમ.
(૬) (યાસ્ક મત).
જન્મ, સ્થિતિ, વૃદ્ધિ, પરિણમન, અપક્ષય, નાશ.
(૭)
અજ્ઞાન, આવરણ, ભ્રાંતિ, પરોક્ષજ્ઞાન, અપરોક્ષજ્ઞાન, શોકનાશ, અતિહર્ષ.
(૯)
ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાલ્ય, કૌમાર, યુવાન, મધ્ય, વૃદ્ધ, મૃત્યુ.
(૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, સંતાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃત્યુ. (જુઓ કામાવસ્થા).
(૧૦)
નયનપ્રીતિ, ચિત્તાસંગ, અર્થસંકલ્પ, નિદ્રાચ્છેદ, તનતા, વિષયનિવૃત્તિ, ત્રયાનાશ, ઉન્માદ, મૂર્છા, મૃત્યુ, (શૃંગારાવસ્થા.)
(૧૦) (તંત્રમત.)
બાલ, ક્રીડા, મંદ, બલા, પ્રજ્ઞા, હાપની, પ્રપંચ, પ્રગ્ભારા, મુંમુહી, સ્વપ્ન.
(૧૨)
ચક્ષુપ્રીતિ, મનઃસંગ, સંકલા, પ્રલાપિતા, જાગરણ, કાર્શ્ય, અરતિ, લજ્જા, ત્યાગ, સંજ્વર, ઉન્માદ, મૂર્છના.
(૫૪)
૫-મહાભૂત, પ–તન્માત્રા, ૧૦-ઈન્દ્રિયો, ૩-ગુણ, ૧૦-પ્રાણ, ૪-અંતઃકરણ, ૧૪-દેવતા. ૩-કાળ.

અવિદ્યા (૨)
મૂલાવિદ્યા, તુલાવિદ્યા
(૪)
અનિત્યને નિત્ય માનવું, અપવિત્રને પવિત્ર માનવું, દુઃખને સુખ માનવું અને બુદ્ધિ, મન, ઇન્દ્રિયને આત્મા માનવા.
(૫) અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. (યોગમત)
(૫)
તમસ્, મોહ, મહામોહ, તમિસ્ર, અધતમિસ્ર (સાંખ્યમત)
(૫)
અજ્ઞાન, વિપર્યાસ, ભેદ, ભય, શોક.

અવિદ્યાની શક્તિ (૨)
આવરણ, વિક્ષેપ.

અવિશ્વસનીય (૯)
પાણી, પવન, અગ્નિ, શસ્ત્રધારી, નખવાળા પ્રાણી, શિંગડાવાળા
પ્રાણી, અસત્યવાદી, કુલટા સ્ત્રી, રાજસેવક.

અવ્યય (૪)
ક્રિયાવિશેષણ, નામયેગી, ઉભયાન્વયી, કેવળપ્રયોગી.

અવ્રત (૫) (જૈનમત)
પ્રાણવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. (જુઓ : અણુવ્રત).

અશુભ ભાવના (૫)
કન્દર્પ, કિલ્વિષી, અભિયોગી, આસુરી, સમ્મોહી.

અશુભયોગ (૧૬)
સંવર્તક, શૂલ, શત્રુ, ભસ્મ, દંડ, વ્રજમુસલ, કાલમુખી, યમઘંટ, યમદંષ્ટ્રા, કાણ, મૃત્યુ, જવાલામુખી, ખંજ, યમલ, ઉત્પાત, કર્કટ. (જ્યોતિષ).
અષ્ટ કર્મ (૮)
આદાન, વિસર્ગ, પ્રેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: કર્મ).
અષ્ટકલ્યાણી અશ્વ (૮)
ચાર પગ, કપાળ, છાતી, ખભો અને પૂંછડી સફેદ હોય તે.

અષ્ટ ધાતુ (૮)
સોનું, ચાંદી, ત્રાંબુ, કલાઈ, લોઢું, સીસું, જસત, કાંસુ. (જુઓ: ધાતુ).

અષ્ટપટરાણી (૮)
રુક્ષ્મણિ, સત્યભામા, મિત્રબિંદ, ભદ્રા, જાંબવતી, કાલિંદી, સત્યાશ્રી, લક્ષમી. (કૃષ્ણની) (વ, વૃ. દી.)

અષ્ટ સખા (૮)
સૂરદાસ, પરમાનંદ, અંશુ, અર્જુન, નંદદાસ, ઋષભ, વિશાલ, સુદામા. (કૃષ્ણના).
(૮) સુરદાસ, કૃષ્ણદાસ, પરમાણંદદાસ, કુમનદાસ, છીતસ્વામી, ગોવિંદસ્વામી, ચતુર્ભજ દાસ, નંદદાસ.

અષ્ટ સખી (૮)
લલિતા, વિશાખા, ચંદ્રભાગા, સંધ્યાવલિ, તુંગભદ્રા, શ્યામા, ભામા, તુલસી. (કૃષ્ણની) (વ. પૃ. દી.)

અષ્ટાક્ષરી મંત્ર (૩)
ૐ નમો નારાયણાય.
શ્રી કૃષ્ણઃ શરણં મમ.
ૐ શ્રી આદિત્યાય નમઃ

અષ્ટાવધાની (૮)
એકસાથે આઠ કામ કરનાર–
(કવિતા રચે, ગુણાકાર કરે, ભાગાકાર કરે, શબ્દ યાદ રાખે, વાક્યો યાદ રાખે, ડંકા ગણે, લેખના મુદ્દા તૈયાર કરે, સરવાળા કરે).

અષ્ટાંગ ઉપોસ્થ (૮) (બૌદ્ધમત)
પ્રાણઘાત કરવો નહિ, ચોરી કરવી નહિ, મદ્યપાન કરવું નહિ, બ્રહ્મચર્ય પાળવું, રાત્રિભોજન કરવું નહિ, માળા ધારણ કરવી નહિ, ચંદન લગાડવું નહિ, સાદી પાટ ઉપર શયન કરવું.

અષ્ટાંગ બુદ્ધિ (૮)
શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ચિંતન, ઊહાપોહ, અર્થવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન.

અષ્ટાંગ માર્ગ (૮)
સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, સમ્યફ સમાધિ.
(૮)
સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ.
(૮)
સદ્શ્રદ્ધા, સદ્ઇચ્છા, સદ્વર્તન, સદ્વચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સદ્ચિંતન, સદ્નિશ્ચય.
(૮)
યજન, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૈર્ય, ક્ષમા, અલોભ.

અશ્વિનીકુમાર (૨)

અસિદ્ધિ (૩) (હેતુદોષ) આશ્રયાસિદ્ધિ, સ્વરૂપાસિદ્ધિ, વ્યાપ્યયવાસિદ્ધિ. અસ્ત્ર ચિકિત્સા (૮)
છેદન, ભેદન, લેખન, વેધન, મેધન, આહરણ, વિશ્વાવણ, સીવન (વાઢકાપના પ્રકાર)

[ અં ]



અંગ (૫)
બે હાથ, બે પગ, એક મુખ.
(૫)
તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ.
(૬)
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ.(–વેદના અંગ.) (ક્રમશઃ બ્રહ્માના નાક, હાથ, મુખ, કાન, આંખ અને છંદમાંથી નિષ્પન્ન થયાં છે).
(૭)
અણુદ્રુત દ્રુત, વિષમદ્રુત લઘુ, લઘુવિરામ, ગુરુ, પ્લુત-તાલના અંગ. (સંગીત).
ધ્રુતાલ, મઠતાલ, રૂપકતાલ, ઝંપાતાલ, ત્રિપુટતાલ, આડતાલ, એકતાલ-તાલના અંગ (સંગીત).
(૭) (જ્ઞાનના અંગ) (બૌદ્ધમત).
સ્મૃતિ, ધર્મ પ્રવિચય, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, સમતા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા.
(૮) (રાજ્યના અંગ.)
રાજા, મંત્રી, સામંત, કોષ, દુર્ગ, સેના, ગુપ્તચર, રાજ્ય.
(૮) (જ્યોતિષના અંગ.)
યુગ, પરિવૃત્તિ. વર્ષ માસ, દિવસ, નિત્ય, વાર, ઉદયઘટિકા.
(૮) (શુકનવિદ્યાના અંગ.)
અંગવિદ્યા, સ્વરવિદ્યા, સ્વપ્નવિદ્યા, ભૌમવિદ્યા, વ્યંજનવિદ્યા, લક્ષણવિદ્યા, ઉપાત્તવિદ્યા, અંતરિક્ષવિદ્યા.
(૯) પગ, જાનુ, કર, સ્કંધ, શિર, ભાલ, કંઠ, ઉર નાભિ.
(૧૧) (જૈનમત)
આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તી, (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી), નાયાધમ્મકહા, ઉવાસગદ્ સાઓ, અંતગડદસાઓ, અણુત્તરવવાઈઅદસાઓ, પણ્હવા ગરણાઈં (પ્રશ્નવ્યાકરણ), :વિવાગસુઅ (વિપાકશ્રુત), દિટ્યિાવાઓ. (દૃષ્ટિવાદ).

અંગરાગ (૫)
સેંથામાં સિંદૂર, કપાળે કંકુ, ગાલ ઉપર તલ, કેસરનો લેપ, હાથેપગે મેંદી.

અંગલેપ (૧૦) (જુઓઃ દશાંગલેપ)

અંજન (૩)
કાલાંજન, રસાંજન, પુષ્પાંજન.

અંતરાય (૫) (જૈનમત)
દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય.
(૯) (યોગસિદ્ધિના અંતરાય)
વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ, ભૂમિકત્વ.

અંતરિક્ષ (૦)

અંતર્ધૌતી (૪)
વાતસાર, વારિસાર, વહિનસાર, બહિષ્કૃત.

અંતઃકરણ (૩)
મન, બુદ્ધિ, અહંકાર.
(૪)
મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર

અંતઃકરણદોષ (૩)
મલ, વિક્ષેપ, આવરણ.

અંતઃકરણના દેવ (૪)
(મનના) અનિરુદ્ધ, (બુદ્ધિના) સંકર્ષણ, (ચિત્તના) વાસુદેવ, (અહંકારના) પ્રદ્યુમ્ન.

અંતઃકરણના સ્વામી (૪)
(મનનો) ચંદ્રમા, (ચિત્તનો) વાસુદેવ, (બુદ્ધિનો) બ્રહ્મા, (અહંકારનો) શંકર.

અંત્ય (૫)
લગ્નમાં મીન, નક્ષત્રોમાં રેવતી, વર્ણોમાં શુદ્ર, વ્યંજનોમાં ‘હ’, મહિનામાં આસો.

[ આ ]



આકર્ષણ (૬)
ગુરુત્વાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, કેનદ્રગામીમળ, કેન્દ્રઅપસારીબળ.
(૮)
ગુરુત્વાકર્ષણ, સ્નેહાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, પરસ્પરાકર્ષણ, સંલગ્નાકર્ષણ, કેશાકર્ષણ.

આકાશભેદ (૪)
મહાકાશ, જલાકાશ, ઘટાકાશ, મેઘાકાશ.

આક્રોશ (૩)
તીવ્ર, અશ્લીલ, નિષ્ઠુર.

આઘાતવાદ્ય (૯)
કાંસ્યતાલ, જલતરંગ, કાષ્ટતરંગ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ઘંટ, ઝાલર, ઘૂઘરા.

આચાર (૫) (જૈનમત)
જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. (શ્રી જૈનસિદ્ધાન્ત બોલ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩૨).
(૮) (જૈનમત)
જોઈને ચાલવું, જોઈને બોલવું, ખાદ્યસામગ્રી તપાસીને લેવી, અહિંસા, નિર્માલ્ય ચીજ ફેંકતા હિંસા ન કરવી, મનનો સંયમ, ખપ પૂરતું બોલવું, જરૂર વગર શારીરિક પ્રવૃત્તિ કરવી નહિ.
(૯)
શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર, લોકાચાર.

આચાર્ય (૫) અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
(૧૨)
નાટકેશ્વર, ભૈરવ, સંતનાથ, જાલંધર, વાઘોડી, કલંકનાથ, અઘોરી, મચ્છિંદ્રનાથ, ઘાડાચુઢી, સુરવર્ણ, મહેન્દ્રનાથ, જોગીન્દ્રનાથ (નાથસંપ્રદાય મુજબ).

આતતાયી (૬).
આગ લગાડનાર, ઝેર ખવડાવનાર, હિંસાખોર, ધન પડાવી લેનાર, જમીન પડાવી લેનાર, સ્ત્રીહરણ કરનાર. (મનુસ્મૃતિ)

આતશ આદરન (૪) (જરથોસ્તી મત)
અથોરનાન, રથેસ્તાર, વાસ્ત્રીઓશ, હુતોક્ષ.

આત્મજ્ઞાન (૭)
શુભેચ્છા, વિચારણા, તનુમાનસ, સત્ત્વાપતિ, અસંસક્તિ, પદાર્થોભાવિની, તુર્યા.

આત્મા (૧)
(૪) જીવાત્મા, અંતરાત્મા, જ્ઞાનાત્મા, પરમાત્મા.

આત્માનો ખોરાક (૨)
જ્ઞાન, ચિંતન.

આદિ સ્ત્રી-પુરુષ (૨)
આદમ-હવા (બાઈબલ).

આદિત્ય (૧)
(૧૨)
વરુણ, સૂર્ય, વેદાંગ, ભાનુ, ઇન્દ્ર, રવિ, ગભસ્તિ, યમ, સ્વર્ણરેત, દિવાકર, મિત્ર, વિષ્ણુ.
(૧૨)
ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશુમાન, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા, વિષ્ણુ.
(૧૨)
મિત્ર, ભાનુ, રવિ, સૂર્ય, ખગ, પુષા, હિરણ્યગર્ભ, મરીચિ, આદિત્ય, સવિતા, અર્ક, ભાસ્કર.

આદિદેવ (૩)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

આદ્યશક્તિ (૧૦)
કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલા, માતંગી, કમલા.

આધારચક (૧૬)
મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર, બિંદુ, અર્ધ્યેન્દુ, રાધિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિકા, સમની, રાધિની. ધ્રુવમંડલ.

આધ્યામિક રાશિ (૪)
સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક.

આનંદ (૩)
બ્રહ્માનંદ, સચ્ચિદાનંદ, વિષયાનંદ,
(૪)
વિદ્યાનંદ, આત્માનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ.
(૫)
વિષયાનંદ, વિદ્યાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, અદ્વૈતાનંદ. આફરીનગાન (બંદગીગાન) (૭) (જરથોસ્તી)
અરદાફરવશ, ગાથા, ગાહમદાર, દહમાન, નાવર, સ્પીથવન, સરોશ.

આભૂષણ (૪)
આવેધ્ય (નાકચુક, વાળી, કર્ણફૂલ) બંધનીય (કંદોરો બાજુબંધ ઝાંઝરી), ક્ષેપ્ય (વીંટીં, બંગડી) આરોપ્ય (હાર, કંઠી, મંગળસૂત્ર).
(૯)
ઐશ્વર્યનું સજ્જનતા, શૂરતાનું વાણીસંયમ, જ્ઞાનનું ચિત્તશાંતિ, વિદ્યાનું વિનય, ધનનું દાન, તપનું અક્રોધ, શક્તિશાળીનું ક્ષમા, ધર્મનું દંભનો અભાવ, જીવનનું સદાચાર.
(૧૬)
મુગટ, કુંડલ, ઉપગ્રીવા, હિક્કાસૂત્ર, હીણમાલા, ઉરુસૂત્ર, કેયુર, ઉદરબંધ, છન્નવીર, સ્કંધમાલા, પાદવલય, પાદજાલક, યજ્ઞોપવિત, કટિસૂત્ર, ઉરુદ્દામ. અંગુલિમુદ્રા.
(૩૫)
હાર, અર્ધહાર, ત્રિસર, પ્રાલંબ, પ્રલંબ, કટિસૂત્ર કાંચી, કલય, રસના, કિરીટ, પટ્ટ, શેષર, ચૂડામણિ, મુદ્રિકા, મુકુટ, તબક, દશમુદ્રિકા, કેયૂર, કટક, કંકણ, ગ્રૈવેયક, અંગુલિયક, અંગુસ્થલ, હિમજાલ, મણિજાલ, રત્નજાલ, :ગોપુચ્છક, ઉરસ્ત્રીક, ચિત્રક, તિલક, કુંડલ, અભ્રપેચક, કર્ણપીઠ, હસ્તસંકેલી, નૂપુર.
(ભ.ગો.મંડળ)

આભ્યંતર નિયમ (૬)
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ. આયુધ (૩)
પ્રહરણ (હાથમાં પકડીને મારી શકાય. તલવાર) હસ્તમુક્ત (ફેંકી શકાય એવું– ચક્ર) યંત્રમુક્ત (યંત્રથી ફેકી શકાય એવું બાણ).
(૪)
મુક્ત (ચક્રાદિ), અમુક્ત (ખડ્ગાદિ), મુક્તામુક્ત (પાશ, તોમરાદિ), યંત્રમુક્ત (શરગોલકાદિ).
(૫)
સુદર્શન, વજ્ર, પંચજપ્ત, કૌમુદી, નંદક.
(૮)
બાણ, મૂશળ, શૂળ, ચક્ર, શંખ, ઘંટા, લાંગૂલ, કામુક, (દેવીના)
(૧૦)
ખડ્ગ, બાણ, ગદા, ફૂલ, શબ, ચક્ર, ભૃશૃંડી, પરિઘ, કાર્મુક, રુધિરપાત્ર (દેવીના).
(૧૮) અક્ષમાલા, કમલ, બાણ, અસિ, કુલિક, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ચર્મ, ચાપ, પાનપાત્ર કમંડલ. (દેવીના)
(૧૮) પરશુ, ત્રિશૂલ ચક્ર, ગદા, વજ્ર, તલવાર, બાણ, કમળ, રુદ્રાક્ષ (જમણા હાથમાં) શંખ, ઘંટા, પાશ, શક્તિ દંડ, ઢાલ, ચાપ, પાનપાત્ર, કમંડલ (ડાબા હાથમાં).
(૩૪). ચક્ર, ધનુષ, ખડ્ગ, તોમર, કુંત, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડિમોલ, ભુશંડી, ગદા, શક્તિ, પરશુ, પટ્ટિસુ, કૃષ્ટિ, કરણક, કંપન, હલ, મુશલ, કુલિકા, કરપત્ર, કર્તરિ, કોપૂલ, :તરવારિ, દુસ્ફોટ, ગોફણ, ડાહ, ડબૂસ, લુઠિ, દંડ.
(૩૬)
પુસ્તક, માલા, કમંડલ, મુદ્રાઓ, દર્પણ, ઘટ, સૂચિ, હલ. પાન, કમળ, ફળ, વીણા, શંખ, (સાત્ત્વિકઆયુધ,) ત્રિશૂલ, છૂરિકા, ખડ્ગ, પેટ, ખટ્વાંગ, ધનુષ, બાણ, પાશ, અંકુશ, ગદા, વજ્ર, શક્તિ, ભુઈજર, ભૃશંડી, :મુશલ, ખપ્પર, શિર, સપ, રિષ્ટિ, દંડ, ચક્ર, શૃંગ, કર્તિકા. (રાજસી આયુધ).
(૩૬)
ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કુંત, શુલ, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડમાલ, ભૃશુંડી, લુંઠિ, ગદા, શંખ, પરશુ, પટ્ટિસ, રિષ્ટિ, કણય, સંપન્ન, હલ, મુશલ, પુલિકા, કર્તરિ, કરપત્ર, :તરવારિ, કાલ, દુશ્કેટ, ગોફણ, ડાહ, ડબૂસ. (વ. ૨. કો.)
(૩૯)
ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ગ, છુરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ, મક્ષિક, ભિંડપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કર્ણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કર્તરિ, :કરપત્ર, તરવાર, કોદાલ, અંકુશ, કરવાલ, દુસ્ફોટ, ગોફણ, દાહડ, ડમરું.

આયતન (૧૨)
ચક્ષ્વાયતન, શ્રેતાયતન, ઘ્રાણાયતન, જિહ્વાયતન, કાયાયતન, મનસાયતન, રૂપાયતન, શબ્દાયતન, ગંધાયતન, રસનાયતન, શ્રોતવ્યાયતન ધર્માયતન. (બૌદ્ધમત)

આર્યસત્ય (૪) (બૌદ્ધમત).
દુઃખ, દુઃખસમુદાય, દુઃખનિરોધ, દુઃખનિવારણ

આરણ્યક (૪)
બૃહદારણ્યક, તૈત્તિરિયારણ્યક, અૈતરેયારણ્યક, કૌશિતકારણ્યક

આલાપ (૪)
અસ્થાન, ચીક, રૂપક, અશરામક (સંગીત).

આવરણ (૫) (બૌદ્ધમત)
કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ ચિત્તાવરણ).
(૮) (શૈવમત).
ગુરુ, લિંગ, જંગમ, પાદોદક, પ્રસાદ, શિવમંત્ર, ભસ્મ, રુદ્રાક્ષ.
આવર્ત (૯)
કુશાવર્ત, ઈલાવર્ત, બ્રહ્માવર્ત, મલયાવર્ત, કેતુવર્ત, ભદ્રસેનવર્ત, ઇંદ્રસપૃક્વર્ત, વિદર્ભવર્ત, કિકટવર્ત.

આશય (૮)
વાતાશય, પિત્તાશય, શ્લેષ્માશય, રક્તાશય, આમાશય, પકવાશય, મૂત્રાશય, ગર્ભાશય.

આશ્રમ (૪)
બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ.

આસક્તિ (૫)
શ્રવણ, મનન, કીર્તન, આરાધના, સ્મરણ.

આસન (૮)
પદ્માસન, બદ્ધપદ્માસન, સુખાસન, ભદ્રાસન, ઉત્કટાસન, ગોપાલાસન, વીરાસન, પર્યંકાસન (શિલ્પશાસ્ત્ર).

આસ્તિક દર્શન (૩)
સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, મીમાંસા.

આજ્ઞા (૯)
જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ. (જૈનમત).

આજ્ઞા (૧૦)
એક જ દેવને માનો; મૂર્તિપૂજા કરવી નહીં', દેવનું નામ વૃથા લેવું નહીં, સાબ્બાથ દિવસ પવિત્ર પાળવો, મા-બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહી, ચારી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ :રાખવો નહીં. (બાઈબલ પુનર્નિયમ ૭–૨૧).
(૧૦) (બૌદ્ધમત).
હિંસા કરવી નહીં, ચોરી કે લૂંટ કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જૂઠું બોલવું નહીં, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહીં, સોગંદ લેવા નહીં તથા વ્યર્થ પ્રલાપ કર નહીં, નિંદા કરવી નહીં, લાલચથી દૂર રહેવું, ઇર્ષ્યા, :ક્રોધ, અસૂયા અને અશુભ સંકલ્પ ત્યજી દેવા, મનને અજ્ઞાનથી મુક્ત કરી સત્યની ખોજ કરવી.

આસ્રવ (૪) (બૌદ્ધમત).
ભોગની ઇચ્છા, પરલોકની વાસના, દુરાગ્રહ, અવિદ્યા.
(૫) (જૈનમત) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ,
(શ્રી જૈન સિદ્ધાન્ત બોલસંગ્રહ ભાગ ૧ પૃ. ૨૬૮)

આંગળી (૫)
અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.


[ ઇ ]



ઇન્દ્રિય (૫) સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ચાક્ષુષેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય.
(૧૦) પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેન્દ્રિય.
(૧૧) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન.
(દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર ઉપેન્દ્ર, મિત્ર, ચંદ્ર, બ્રહ્મા – ઇન્દ્રિયના અધિષ્ઠાયક દેવો)

ઈનિદ્રાધ્યાસ (૫)
દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાયાસ, સ્વરૂ પવિસ્મૃતિ.

ઈશ્વરકૃત્ય (૫)
(સૃષ્ટિની) ઉત્પત્તિ, સ્થિતિ, ધ્વંસ, વિધાન, અનુગ્રહ.

ઈશ્વરગુણ (૩૯)
સત્ય, પવિત્રતા, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, ઇન્દ્રિય-દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપત્તિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મરણશકિત, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, :કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શકિત, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, માન, નિરાભિમાન, અહિંસા (ભ. ગો. મંડલ).

ઈશ્વરપ્રાપ્તિમાર્ગ (૪)
ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના.

ઈશ્વરમાલિની (૭)
આદ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, દુષ્ટનાશકારી, કાંતિદાયિની.

ઇન્દુ (૧)

ઈંટપ્રકાર (૧૧)
નીવ્રલોષ્ટ, ઊર્ધ્વદેવલોષ્ટ, તુર્યલોષ્ટ, ક્રૂરલોષ્ટ, ધસલોષ્ટ, કીલલોષ્ટ, કુશાગ્રલોષ્ટ, સ્થૂલાગ્રલોષ્ટ, ગતકર્ણલોષ્ટ, કોણલોષ્ટ, પુટલોષ્ટ.. (લોષ્ટ=ઈંટ)

[ ઉ ]



ઉગ્રગંધા (૭)
જાયફળ, લસણ, તુલસી, હિંગ, અજમો, ઘોડાવજ, તમાકુ

ઉગ્રદુર્ગા (૮)
ઉગ્રચંડા, પ્રચંડા, ચંડોગ્રા, ચંડનાયિકા સતિચંડા, ચામુંડા, ચંડા, ચંડવતી.

ઉગ્રનક્ષત્ર (૫)
પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મઘા, ભરણી.

ઉચ્ચારદોષ (૬)
ગાતો હોય તેમ બોલવું, ઉતાવળથી બોલવું માથું હલાવીને બોલવું, અશુદ્ધિનો વિચાર કર્યા વિના બોલવું, અર્થ સમજ્યા વગર બોલવું, ધીમા સાદે બોલવું.

ઉત્તમ પીણાં (૩)
ભોજનાન્તે છાશ, દિનાન્તે દૂધ, રાત્રિને અંતે પાણી.

ઉત્તમ વ્યસન (૩)
વિદ્યા, દાન, સેવા.

ઉત્તાનપાદની પત્ની (૨)
સુનીતિ, સુરુચિ.

ઉત્પત્તિક્રમ (૯)
આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી મનુષ્ય.

ઉત્પાત્ત (૩)
ભૂમિનાં (ભૂકંપ વગેરે), અંતરિક્ષના (ઉલ્કાપાત વગેરે), આકાશના (ગ્રહવ્યતિક્રમ વગેરે).

ઉન્માદ (૭)
પિત્તોન્માદ, વાતમાદ, કફોન્માદ, સનિપાત્તોન્માદ, શોકોન્માદ, વિષોન્માદ, ભૂતોન્માદ.

ઉપત્રઋણ, (૩)
અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ.

ઉપકરણ (૧૪) (જૈનમત).
પાત્ર, પાત્રબન્ધક, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છેદક, રજોહરણ, મુખવાસ્રિકા, માત્રક, ચોલ પદક.

ઉપક્લેશભૂમિક (૧૦). (બૌદ્ધમત).
ક્રોધ, છેતરપિંડી, અદેખાઈ, ઈર્ષ્યા, વિપરીત દૃષ્ટિ, હિંસા, મૈત્રીભંગ, માયા (બનાવટ કરવી), છળકપટ, મદ (ગુમાન). (જુઓ : અકુશલધર્મ)

ઉપચાર (૧૦)
પાદ્ય, અર્ધ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય.
(૧૨) (તાંત્રિકમત).
મારણ, મોહન, ઉચ્ચાટન, કીલન, તિદ્વેષણ, કામનાશન, સ્તંભન,
વશીકરણ, આકર્ષણ, બંદિમોચન, કામપૂરણ, વાકપ્રસારણ.

ઉપદેશ (૩)
પ્રભુસંમિત, મિત્રસંમિત, કાન્તાસંમિત.

ઉપધાતુ (૭)
રસમાંથી દૂધ, લોહીમાંથી રજ, માંસમાંથી તેલ, મેદમાંથી પરસેવો, અસ્થિમાંથી દાંત, મજજામાંથી વાળ, શુક્રમાંથી ઓજસ.

ઉપનિષદ (૧૦૮)
ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વેતર, બ્રહ્મબિંદુ, કૈવલ્ય, જાબાલ, હંસ, આરુણિક, ગર્ભ, નારાયણ, પરમહંસ. બ્રહ્મ, અમૃતનાદ, અથર્વશિરસ્, અથર્વશિખા, મૈત્રાયણિ, :કૌશિતકી, બ્રાહ્મણ, નૃસિંહપૂર્વતાપનીય, નૃસિંહોત્તરતાપિની, કાલાગ્નિરુદ્ર, સુબાલા, ક્ષુરિકા, સર્વસારા, નિરાલંબા, શુકરહસ્ય, વજ્રસૂચિકા, તેજોબિંદુ, નાદબિંદુ, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, આત્મબોધ, નારદપરિવ્રાજક, :ત્રિશિખબ્રાહ્મણ, સીતા, યોગચૂડામણિ, નિર્વાણ, મંડલબ્રાહ્મણ, દક્ષિણામૂર્તિ, શરભ, સ્કંદ, ત્રિપદ્વિભૂતિ, મહાનારાયણ, અદ્વય, રામરહસ્ય, રામપૂર્વતાપિની, રામોત્તરતાપિની, વાસુદેવ, મુદ્ગલ, શાંડિલ્ય, પૈગલ, ભિક્ષુક, :મહાશારરિક, યોગશિખા, તુરીયાતીતાવધૂત, સંન્યાસ, પરમહંસપરિવ્રાજક, અક્ષમાલિકા, અવ્યક્ત, એકાક્ષર, અન્નપૂર્ણા, સૂર્ય, અક્ષિ, અધ્યાત્મ, કુંડિકા, સાવિત્રી, આત્મ, પાશુપત-બ્રહ્મા, પરબ્રહ્મ, અવધૂત, ત્રિપુરાતાપિની, :દેવી, ત્રિપુરા, કઠરુદ્ર, ભાવના, રુદ્રહૃદય, યેાગકુંડલી, ભસ્મજાબાલ, રુદ્રાક્ષજાબાલ, ગણપતિ, જાબાલદર્શન, તારસાર, મહાવાકય, પંચબ્રહ્મ, પ્રાણગ્નિહોત્ર, કૃષ્ણ, ગોપાલપૂર્વતાપિની અને ગોપાલોત્તરતાપિની, યાજ્ઞવલ્કય, :વરાહ, શાય્યાયની, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ, કલિસંતારણ, શ્રીજાબાલિ, સૌભાગ્યલક્ષ્મી, સરસ્વતી રહસ્ય, બહૃંચ, મુક્તિકોપનિષદ.

ઉપપતિ (૨)
વચનચતુર, ક્રિયાચતુર.

ઉપપાતક (૪)
પરસ્ત્રીગમન, ગુરુસેવાત્યાગ, આત્મવિક્રય, ગોવધ.

ઉપપુરાણ (૧૮)
લઘુકાલિકા, બૃહત્કાલિકા, પરાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસ, કપિલ, માનવ, વિષ્ણુધર્મોત્તર, શૈવધર્મ, મહેશ્વર નંદી, કુમાર, ઔશનસ, દેવી, વરુણ.
(૧૮)
બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, બહન્નારદપુરાણ, લઘુ નારદપુરાણ, નૃસિંહપુરાણ, ભાગવતપુરાણ, રેણુકાપુરાણ, યમનારદપુરાણ, હંસપુરાણ, નંદીપ્રોક્તપુરાણ, વિષ્ણુરહસ્ય પુરાણ, તત્ત્વસારપુરાણ, ભગવતીપુરાણ, :ભવિષ્યપુરાણ, પાશુપતપુરાણ, બ્રહ્માંડપુરાણ.
(૧૮)
સનત્કુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કપિલ, માનવ.. ઔશનસ, વરુણ, કલિકા, શાંબ, નંદા, સૌર, પરાશર, આદિત્ય, માહેશ્વર, ભાર્ગવ, વસિષ્ઠ.
ઉપપ્રાણ (૫)
નાગ, કૂર્મ કૃકલ, દેવદત્ત, ધનંજય.

ઉપભાગ (૯) (જૈનમત)
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યકત્વ, ચરિત્ર.
ઉપમા (૩૧)
લોલુપમા, નિયમોપમા, નિર્ણયોપમા, બહુપમા, માલોપમા, અભૂતોપમા, નિંદોપમા, અપ્રકૃત અપ્રકૃત ઉપમા, પ્રકૃત ઉપમા, વૈધર્મ્ય ઉપમા, સાધર્મ્ય ઉપમા, અસંભવિતોપમા, પદોપમાં, સમાસોપમા, પૂર્ણોપમા, પ્રત્યોપમા, :સ્તુત્યુપમા, નિંદોપમા, તત્ત્વાખ્યાનોપમા, નિરવયોપમા, સાવયવોપમા, સમસ્તવસ્તુ-વિષયોપમા, એકદેશવિવત્યુપમા, પરંપરિતોપમા, ઉત્પાદ્યોપમા, વિપર્યાસોપમા, પરસ્પરોપમા, સમુચ્ચયોપમા, રશનોપમા, નિજોપમા, :કલ્પિતોપમા.

ઉપમાન (૩)
સાધર્મ્ય, વૈધર્મ્ય, ધર્મમાત્ર.

ઉપમાનાં અંગ (૪)
ઉપમાન, ઉપમેય, વાચક, સાધારણ ધર્મ.

ઉપરત્ન (૭)
વૈક્રાન્ત, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, કપૂરક, સ્ફટિક, પીરોજ, કાચ.
(૯)
વૈક્રાન્તમણિ, મોતીની છીપ, રક્ષસ, મરકતમણિ, લહસુનિયા, લાજા, ગારુડીમણિ, શંખ, સ્ફટિકમણિ.

ઉપરૂપક (૧૮)
નાટિકા, ત્રાટક, ગોષ્ઠી, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિ૯૫ક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશ, ભણિકા.

ઉપવિષ (૭)
આકડાનું દૂધ, થોરનું દૂધ, દૂધિયો વછનાગ, કરેણ, ચણોઠી, અફીણ, ધંતુરો. (વૈદક)
(૧૧)
આકડાનું દૂધ, થોરનું દૂધ, કલિહારી, કરેણ, અફીણ, ધંતૂરો, લાંગલી, ચણોઠી, નેપાળો, વછનાગ, ઝેરકોચલું. (વૈદક).

ઉપવેદ (૪)
આયુર્વેદ (ઋગ્વેદને આધારે ધન્વન્તરિ રચિત), ધનુર્વેદ (યજુર્વેદને આધારે વિશ્વામિત્ર રચિત), ગાંધર્વવેદ (સામવેદને આધારે ભરત રચિત), સ્થાપત્યવેદ (અર્થવવેદને આધારે વિશ્વકર્મા રચિત).
સર્પવેદ, પિશાચવેદ, આસુરવેદ, ઇતિહાસ, પુરાણ.

ઉપશય (૬)
હેતુવિપરીત, વ્યાધિવિપરીત, હેતુવ્યાધિવિપરીત, હેતુવિપર્યસ્તાર્થ કારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી.

ઉપશાસ્ત્ર (૬)
વૈદક, જ્યોતિષક, કાક, મંત્ર, ધર્મ, નીતિ.

ઉપહાર (૬)
હસિત, ગીત, નૃત્ય. હુડુક્કાર નમસ્કાર, જપ્ય.

ઉપાદાન (૪) (બૌદ્ધમત).
કામ, આત્મવાદ, દુરાગ્રહ, શીલવત.

ઉપાધિ (૪)
કેવળ સાધ્યવ્યાપક, પક્ષધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક, સાધનાવન્નિસાધ્યવ્યાપક, ઉદાસીનધર્માવિચ્છિન્ન. સાધ્યવ્યાપક.
ઉપાયાસ (અગ્નિના અગિયાર પ્રકારમાંનો એક). (૧૧) (બૌદ્ધમત).
કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુ:ખ, દૌર્મનસ્ય, ઉપાયાસ (ગ્લાનિ).
ઉપાસના (૩).
કર્મોપાસના, આત્મોપાસના, જ્ઞાનોપાસના.
(૫)
અભિગમન, ઉપાદાન, ઈજ્યા, સ્વાધ્યાય, યોગ.

ઉપાસના સ્વરૂપ (૨)
સગુણઉપાસના, નિર્ગુણઉપાસના.

ઉપાય (૪)
સામ, દામ, દંડ, ભેદ.
(૭)
સામ, દામ, દંડ, ભેદ, માયા, ઉપેક્ષા, ઈન્દ્રજાલ.

ઉપાંગ (૧૨) (જૈનમત).
ઉવવાઈ, રાયપસેણીસૂત્ર, જીવા જીવાભિગમસૂત્ર, પન્નવણાસૂત્ર જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર, નિરાયાવલિયાસૂત્ર કપ્પવડંસિયાસૂત્ર, પુષ્ફિયાસૂત્ર, પુષ્ફચૂલિયાસૂત્ર, વણ્હિદસાસૂત્ર.

ઉર્વી (પૃથ્વી) ૧.

ઉષ્ણ. (૬)
પીપર, ગંઠોડા, ક્રૌંચા, ચિત્રક, સૂંઠ, કાળાંમરી.

ઉષ્ણ ઔષધ (૯)
અજમો, ઉપલેટ, ગજપીપર, ડુંગળી, પીપર, અરણી, આદુ, તજ, દશમૂલ.

[ ઊ ]



ઊર્મિ (૬)
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, હર્ષ, શોક.
(૬)
સુધા, પિપાસા, જન્મ, મરણ, શોક, મોહ.


[ એ ]



એષણા (૪)
દારૈષણા, પુત્રૈષણા, વિરૈષણા, લોકૈષણા.


[ ઐ ]



ઐરાવત (૮)
(પૂર્વ દિશાનો) ઐરાવત, (અગ્નિકોણનો) પુંડરિક, (નૈઋત્ય કોણનો) કુમુદ, (પશ્ચિમદિશાનો) ખંજન, (વાયવ્ય કોણનો) પુષ્પદંત, (ઉત્તર દિશાનો) સાર્વભૌમ, (ઈશાનકોણનો) સુપ્રતીક, (દક્ષિણ દિશાનો) વામન.

ઐશ્ચર્ય (૬)
ઐશ્ચર્ય, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય.
(૬)
યશ, શ્રી, કીર્તિ, વિજ્ઞાન, ઔદાર્ય, વૈરાગ્ય.

[ ઓ ]



ઓઘ (૪)
કામ, ભવ, દષ્ટિ, અવિદ્યા.


[ ઔ ]



ઔષધિ (૩)
અંત:પરિમાર્જન (પીવાની દવા), બહિર્પરિમાર્જન (ચોપડવાની દવા), શાસ્ત્રપ્રણિધાત (વાઢકાપ) (- શારીરિક રોગ માટે.)
(૩)
દૈવવ્યપાશ્રય (મંત્ર, બલિ, હોમ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ, સ્વસ્તિવાચન), યુક્તિવ્યપાશ્રય (યુક્તિપૂર્વક ખેારાક દવા), સત્ત્વાજય (દુષ્ટ વિચારથી મનને રોકવું.) (– માનસિક રોગ માટે.)
(૮)
વછ કુઠ, બ્રાહ્મી, સરસવ, પીપળ, સારિવા, સૈંધવ, ઘી.

ૐકાર માત્રા (૬)
અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા, બિંદુ, નાદ.


[ ઋ ]



ઋણ (૩)
દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ.
(૩)
અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ,
(૩)
ક્રિયાઋણ, બ્રહ્મચર્યઋણ, પ્રજાઋણ.

ઋતુ (૬)
વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર,

ઋત્વિજ (૧૨)
મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક્, નેષ્ટા, આગ્નીધ્ર પ્રતિહર્તા, ગ્રાવસ્તુત, ઉન્નેતા, પિતા, સુબ્રહ્મણ્ય.

ઋષિ (૩)
દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ
(૭)
કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ. (વૈવસ્વત મન્વંતરના).
(૭)
ક્રતુ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરસ, વસિષ્ઠ, મરીચિ, પુલહ. (સ્વાયંભુ મન્વંતરના).
(૭)
મહર્ષિ (વ્યાસ), પરમર્ષિ (ભેલ), દેવર્ષિ (નારદ), બ્રહ્મર્ષિ (વસિષ્ઠ), શ્રુતર્ષિ (સુશ્રુત), રાજર્ષિ (ઋતપર્ણ), કાંડર્ષિ (જૈમિનિ).
(૮)
(મ ગણના) કશ્યપ, (ન ગણના) કવિ, (ભ ગણના) અંગિરા, (ય ગણના) કૃતવર્મા, (સ ગણના) કૌશિક, (ત ગણના) વસિષ્ઠ.

ઋષિપત્ની (૯)
મરીચિની કલા, અત્રિની અનસૂયા, અંગિરાની શ્રદ્ધા, પુલસ્ત્યની હવિર્ભુવા, પુલહાસની ગતિ, ઋત્ની ક્રિયા, ભૃગુની ખ્યાતિ, વસિષ્ઠની અરુંધતી, અર્થવણની શાંતિ.

ઋષિવસ્ત્ર (૪)
વલ્કલ, વ્યાઘ્રચર્મ, મૃગચર્મ, તૃણ.

[ ક ]



‘ક’ કાર (૫) (શીખોના)
કેશ, કડુ, કંગી, કિરપાણ, કચ્છ.

કટુપૌષ્ટિક (૯)
અતિવિષની કળી, કડવી નઈ, કલંભો, કાળીપાટ, વખમો, અરડૂસો, કરિયાતું, કાંકચ, ત્રાયમાણ. (વૈદક)

કથા (૨)
કથા, આખ્યાયિકા.

કન્યા (૫)
અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા, મંદોદરી.

કપિલાષષ્ઠી (૬)
ભાદ્રપદમાસ, કૃષ્ણ પક્ષની ષષ્ઠી.

કર્તા (૫)
સ્વતંત્ર, હેતુ, કર્મ અભિહિત, અનભિહિત.

કમલ (૫)
પુંડરીક ((શ્વેત), કોકનદ (લાલ), ઇંદીવર (નીલ), પીતકમલ, શ્યામકમલ.
(૫)
કરકમલ, પાદકમલ, નાભિકમલ, હૃદયકમલ, મુખકમલ.
(૮)
મૂલાધાર, વિશુદ્ધિ, મણિપૂર, સ્વાધિષ્ઠાન, અનાહત, આજ્ઞાચક્ર, સહસ્ત્રારચક્ર, સુરતિકમલ.

કર્મ (૨)
સકામકર્મ, નિષ્કામકર્મ.
(૨)-ઘાતિ, અધાતિ (જૈનમત).
(૩)
અસિ, મસિ, કૃષિ. (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧. પૃ. ૮૪૬)
(૩)
સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ.
(૩) નિત્ય, નૈમિત્તિક, કામ્ય.
(૪) કૃષ્ણકર્મ, શુકલકર્મ, મિશ્રકર્મ, પુણ્યકર્મ.
(૫) (વૈદક) વમન, વિરેચન, નિરુહબસ્તિ, નેહબસ્તિ, શિરોવિરેચન.
(૫)
ઉત્પ્રેક્ષણ, અવક્ષેપણ, સંપ્રસારણ, આકુંચન, ગમન.
(૫)
નિત્ય, નૈમિત્તિક, કામ્ય, પ્રાયશ્ચિત, નિષિદ્ધ.
(૫) (વૈદક)
વમન, વિરેચન, નસ્ય, નિરુહ, અનુવાસન.
(૫)
દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ, વંદન. (દેવ સમક્ષ).
(૬) (બ્રાહ્મણના કર્મ) અધ્યયન, અધ્યાપન, દાન, પરિગ્રહ, યજન, યાજન.
(૬) (તાંત્રિકના કર્મ)
જા૨ણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન
(૬) હામ, તપ, સત્ય, વેદાજ્ઞા, અતિથિસત્કાર, વૈશ્વદેવ.
(૬) (શ્રાવકના કર્મ).
દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રવાચન, સંયમ, તપ, દાન.
(૬) (યોગકર્મ) ધૌતી, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક, કપાલભાતી.
(૭) (રાજાનાકર્મ)
વાવ, કુવા, તળાવ, મંદિર રચાવવા, અન્નદાન, વસ્ત્રદાન કરવું, ઉદ્યાન કરાવવા.
(૮) (રાજાના કર્મ)
આદાન, વિસર્ગ, મેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: અષ્ટ કર્મ)
(૮) (જૈનમત) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય.
(૧૪) (બૌદ્ધમત.)
પ્રતિસંધિ, ભવાંગ, આવર્જન, દર્શન, શ્રવણ, ઘ્રાણ, શયન, સ્પર્શ, સંપ્રતિચ્છન્ન, સં'તીર્ણ, ઉત્થાન, ગમન, તદાલંબન, ચ્યુતિ.

કર્મજ્ઞ (૧૮)
માર્જક, રક્ષક, ધરક, માપક, ક્ષુરક, દીપક, શલાક, પ્રતિગ્રાહક, કણિક, દાસ, કર્મકર, સૂપકર, લેખક, વાદક, ગાયક, નર્તક, તક્ષક, વધક.

કર્મયોગના તત્ત્વો (૪)
સંયમ, બુદ્ધિયોગ, અર્પણ, સમત્વ.

કર્મ–વજર્ય (૫)
(જન્મસ્થાને ચંદ્ર હોય ત્યારે ત્યજ્ય કર્મ-)યાત્રા, યુદ્ધ, ક્ષૌર, વિવાહ, ગૃહપ્રવેશ.

કર્માવસ્થા (૧૦)
બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્વાન, નિકાચીન.

કર્મેન્દ્રિય (૫)
જીભ, હાથ, પગ, ગુદા, ઉપસ્થ.

ક૨ (૫)
– જયેષ્ઠ સુદ પ્રતિપદા ભાવુકા, અમાવાસ્યાને, બીજેદિને.
– ફાલ્ગુન વદ પ્રતિપદા, હોળીને બીજે દિવસે,
– ગ્રહણને બીજે દિવસે.
– મકરસંક્રાતિને બીજે દિવસે.
– મૃત્યુ પામેલા મનુષ્યના બીજે દિવસે.

કરણ (૧૧)
બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગરજ, વણિજ, વિટી, શકુની, ચતુષ્પાદ, નાચ, કિંસ્તુઘ્ન.

કલા (૭)
માંસધરા, રક્તધરા, મેદધરા, કફધરા, પુરીષધરા, પિત્તધરા, રેતધરા. (સારંગધર)
(૧૨) (સૂર્યકલા).
જવાલિની, દાહિની, કિરણી, દીપિની, તેજિની, વિદ્યુતેજા, શંખિની, તાપિની, વર્ષની, ચાલકા, શોષિપ્રિયા, સ્ફુલ્લિંગા.
(૧૨) (સૂર્યકલા).
જાલિની, કિરણી, દાહની, દીપિની જ્યોતિણી, તેજિની, વિદ્યા, મોહિની, જિતની, શંખિની, પ્રકાશિની, દીપકલિકા.
(૧૫) (ચંદ્રકલા).
પ્રતિપદા, દ્વીતિયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી (ચૌદશ,) પૂર્ણિમા, અમાવાસ્યા.
(૧૬)
ઈક્ષણ, પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, નામ. (ષોડશી ભગવાનની).
(૧૬) (ચંદ્રકલા): અમૃતા, માનદી, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, શશની, ચંદ્રિકા, કાંતિ, જયોત્સ્ના શ્રી, પ્રીતિ, સંગદા, પૂર્ણા, પૂર્ણામૃત.
(૬૪)
ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ્ય, વિશેષકચ્છેદ્ય, તંડુલકુ- સુમાવલિવિકાર, પુષ્પાસ્તરણ, દશનવસનાંગરાગ, મણિભૂમિ-કાકર્મ, શયનરચન, ઉદકવાદ્ય, ઉદકઘાત, ચિત્રયોગ, માલ્યગ્રથન, કેશ–શેખરાપીડ યોજન, નેપથ્ય :યોગ, કર્ણ પત્રભંગ, સુગંધયુક્તિ, ભૂષણયોજના, ઐંદ્રજાલ, કૌતુમારયોગ, હસ્ત લાઘવ, ચિત્રશાકાયૂપક્રિયા, પાનકરસરાગાસવ યોજન, સૂચી કર્મ, સૂત્રક્રિયા, પ્રહેલિકા, પ્રતિમાલા, દુર્વાયોગ, પુસ્તકવાચન, નાટકાખ્યાયિકા :દર્શન, કાવ્યસમસ્યાપૂરણ, પટ્ટિકાવેત્રબાણ વિકલ્પ, તર્કકમ, તક્ષણ, વાસ્તુવિદ્યા, રૂપ્યરત્નપરીક્ષા, ધાતુવાદ, મણિરાગજ્ઞાન, આકારજ્ઞાન, વૃક્ષાયુવેર્દંયોગ, મેષકુકકુટલાવક યુદ્ધવિધિ, શુકસારિકાપ્રલાપન, ઉત્સાહન, કેશમાર્જન :કૌશલ્ય, અક્ષરમુષ્ટિકાકથન, મલેચ્છિત કુતર્ક વિકલ્પ, દેશભાષાજ્ઞાન, પુષ્પશકટિકા, નિમિત્તજ્ઞાન, યંત્ર માતૃકા, સંવાચ્ય, માનસી કાવ્યક્રિયા, અભિધાનકોશ, છંદો જ્ઞાન, ક્રિયાવિકલ્પ, છલિતકયોગ, વસ્ત્રગોપન, દ્યુતવિશેષ, :આકર્ષણક્રીડા, બાલક્રીડન, વૈનાયિકાવિદ્યાજ્ઞાન, વૈજયિકીવિદ્યા જ્ઞાન, વૈતાલિકીવિદ્યાગાન.
(૬૪)
સીરાધ્યાકર્ષણ, વૃક્ષારોપણ યાવાદિક્ષુવિકાર, વેણુતૃણાદિકૃતિ, ગજાશ્વસ્વાસ્થ, દુગ્ધદોહ વિકાર, ગતિશિક્ષા, પલ્યાણક્રિયા, પશુચર્માંગનિર્હાર, ચર્મમાર્દવક્રિયા, ક્ષુરકમ, કંચુકાદિસીવન, ગૃહભાંડાદિમાર્જન, વસ્ત્રસંમાર્જન, :મનોનુકૂલસેવા, નાના દેશીયવર્ણલેખન, શિશુસંરક્ષણ, સુયુક્તતાડન, શય્યાસ્તરણ, પુષ્પાદિગ્રથન, અન્નપાચન, જલવાયવગ્નિસંયોગ, રત્નાદિસદ્જ્ઞાન, ક્ષારનિષ્કાસન, ક્ષારપરીક્ષા, સ્નેહનિષ્કાસન, ઈષ્ટિકાદિભાજન, :ધાત્વૈર્ષધીસંયોગ, કાચપાત્રાદિકરણ, લોહાભિસરિ, ભાંડક્રિયા, સ્વર્ણાદિતાથાત્મ્યદર્શન, મકરંદાદિકૃતિ, સાગધાતુ જ્ઞાન, બાહ્યાદિભિર્જલતરણ, સૂત્રાદિરજ્જુકરણ, પટબંધન, નૌકાનયન, સમભૂમિક્રિયા, શિલાર્ચા, વિવરકરણ, :વૃતખંડબંધન, જલબંધન, વાયુબંધન, શકુન શિક્ષા, સ્વર્ણ લેપાદિ સત્ક્રિયા, ચર્મકૌષેર્ક્ષ્યવાર્ક્યકાર્યાસાદિપટબંધન, મૃતસાધન, તૃણ્વદ્યાચ્છાદન, ચૂર્ણોપલેપા, વર્ણકર્મ, દારુકર્મ, મૃતકર્મ, ચિત્રાદ્યાલેખન, પ્રતિમાકરણ, તલક્રિયા, :શિખરકર્મ, મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યાદૃતિ, વ્રણવ્યાધિનિરાકરણ, વનોપવનચ્ચના. (શિલ્પસંહિતા).
(૬૪)
નૃત્ય, તંત્રજ્ઞાન, ત્રીત, કાવ્ય, અશ્વપરીક્ષા, ધર્માચાર, સુપ્રસાદનકર્મ, કર્ણલાઘવ, ગેહાચાર, વિતંડાવાદ, શારીરશ્રમ, કામાવિષ્કરણ, મુખમંડન, સર્વભાષાવિશેષ, ચિત્ર, વસ્ત્રભરણ, ધનવૃષ્ટિ, વિદ્યા, તાલમાન, વક્રોક્તિ, :વાસ્તુશુદ્ધિ, અંજન, કનકસિદ્ધિ, લલિતચરણ, વ્યાકરણ, અંકજ્ઞાન, રત્નમણિભેદ, રંધન, કથાકથન, વાણિજ્ય, યથાસ્થાન, વાદિત્ર, સંસ્કૃત જલ્પન, દંભ, આકારગોપન, નરલક્ષણ, લઘુબુદ્રી, નાટ્ય, વર્ણિકાવૃદ્ધિ, :તૈલશુરભિતાકરણ, પરનિરાકરણ, જનાગાર, લિપિપરિચ્છેદ, ચિકુરબં ધન, કુસુમગ્રથન, ભોજ્ય, અંત્યાક્ષરિકા, મંત્ર, ક્રિયાકલ્પ, અંબુસ્તંભ, આરામારોપણ, ગજપરીક્ષા, શકુનવિચાર, ગૃહીધર્મ, વાક્પાટવ, મૃત્યોપચાર, :વીણાનાદ, કુંભભગ, વૈધક્રિયા, શાલિખંડન, વરવેષ, અભિધાન પરિજ્ઞાન, પ્રશ્નપહેલિકા.
(૬૪)
નૃત્ય, ગીત, વાદ્ય, ગણિત, પઠિત, લિખિત, વકતૃત્વ, કવિત્વ, કાવ્ય, વાચકવ, નાદ, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિયાન, ધાતુવાદ, બુદ્ધિ, શૌચ, વિચાર, નેપથ્ય, વિલાસ, નીતિ, શકુન, ક્રીતવિક્રય, સંયોગ, :હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહપાન, આહાર, સૌભાગ્ય, પ્રયોગ, ગંધ, વસ્તુ, રતન, પાત્ર, વૈદ્ય, દેશભાષિત, દેશવિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, સમય, વર્તન, હસ્તી, તુરગ, પુરુષ, નારી, પક્ષી, :ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, હસ્ત, ઉત્તર, પ્રત્યુત્તર, શૈલ, શારીર, શાસ્ત્રકલા.
(૬૯)
લેખન, પઠન, કવિત, અંકકલા, ગાનકલા, નૃત્ય, વાજીંત્ર-વ્યાકરણ, છંદ, અલંકાર, નાટક, સટ્ટક, નખછેદન, પત્રછેદન, પત્રછેદન, આયુધકલા, ગજારોહણ, અશ્વારોહણ, હસ્તિપરીક્ષા, અશ્વપરીક્ષા, રત્નપરીક્ષા, પુરુષલક્ષણ, :સ્ત્રીલક્ષણ, પશુલક્ષણ, મંત્રવાદ, યંત્રવાદ, રસવાદ, વિષાદ, વિદ્યાવાદ, બુદ્ધપ્રકાર, રુદ્રકલા, તર્કવાદ, સંસ્કૃતવાદ, પ્રાકૃતવાદ, પ્રત્યુત્તરકલા, દેશ ભાષા, કપટકલા, ચિત્રવિજ્ઞાન, સત્યસિદ્ધાંત, વેદાંતકલા, ગારુડીવિદ્યા, :ઇંદ્રજાલવિદ્યા, બિનવિદ્યા, રાબિકલા, દાનકલા, શાસ્ત્રકલા, ધ્યાનકલા, પુરાણકલા, ઇતિહાસકલા, દર્શનભેદ કલા, ખેચરી, અમરકલા, ગમનકલા, પાતાલકલા, ધૂર્તકલા, વૃક્ષારોપણ કાષ્ટકલા, વાણિજ્યકલા, કલાઘટન, :પાષાણકલા, વશીકરણ, કતરબની, ચિત્રકલા, ધર્મકલા, કર્મકલા, રસવંતી કલા, હસિતકલા, પ્રયોગમંત્ર, જ્ઞાનકલા, વિજ્ઞાનકલા, પ્રેમકલા, શિલ્પકલા. (વ. વૃં. દી.)
(૬૯)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચ, મંત્રકલા, વિચાર, વાદ, વાસ્તુ, નેપથ્ય, વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્તલાઘવ, કુસુમ, ઇન્દ્રજાલ, સૂચિકર્મ, સ્નેહ પાત્ર, આહાર, સૌભાગ્ય, પ્રાગ, :ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશભાષિત, વિજય, વાણિજ્ય આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિલેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, :લિખિત, વકતૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, ધૂત, શરીરકલા.
(વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, વાદ્યકલા, નૃત્યકલા, ગણિતકલા, પઠિતકલા, લિખિત-કલા, વક્તૃત્વકલા, કવિત્વકલા, કથાકલા, વચનકલા, નાટકકલા, વ્યાકરણકલા, છંદઃ કલા, અંલકારકલા, દર્શનકલા, અભિધાનકલા, ધાતુવાદકલા, ધર્મકલા, :અર્થકલા, કામકલા, વાદકલા, બુદ્ધિકલા, શૌચકલા, વિચારકલા, નેપથ્યકલા, વિલાસકલા, નીતિકલા, શકુનકલા, ક્રીતકલા, વિત્તકલા, સંયોગકલા, હસ્તલાઘવકલા, સૂત્રકલા, કુસુમકલા, ઇંદ્રજાલકલા, સૂચીકર્મકલા, સ્નેહકલા, :પાનકકલા, આહારકકલા, સૌભાગ્યકલા, પ્રયોગકલા, મંત્રકલા, વાસ્તુકલા, વાણિજ્યકલા, રત્નકલા, પાત્રકલા, વૈદ્યકલા, દેશકલા, દેશભાષિતકલા, વિજયકલા, આયુધકલા, યુદ્ધકલા, કાષ્ઠકલા, પુરુષકલા, સૈન્યકલા, :વૃક્ષકલા, છત્રકલા, હસ્તકલા, ઉત્તરકલા, પ્રત્યુત્તરકલા, શરીરકલા, સત્ત્વકલા, શાસ્ત્રકલા, લક્ષણકલા. (વ. ૨. કો.)
(૭૨)
વાદ્યકલા, નૃત્યકલા, ગણિત, પઠિત, લિખિત, લેખ્ય, વક્તૃત્વ, વચન, કથા, નાટક, વ્યાકરણ, છંદ, અલંકાર, દર્શન, અભિધાન, ધાતુકર્મ, ધર્મ, અર્થ, કામ, વાદ, વૃદ્ધિ, પાચક, મંત્રા, વિનોદ, વિચાર, નેપથ્ય, :વિલાસ, નીતિ, શકુન, ક્રીડન, તંત્ર, સંયોગ, હસ્તલાઘવ, સૂત્ર, કુસુમ, ચંદ્ર, જીવ, સ્નેહ, પાન, આહાર, વિહાર, સૈાભાગ્ય, પ્રયોગ, ગંધ, વાદ, વસ્તુ, રત્ન, પત્ર, વિદ્યા, વ્યાસકલા, દશા વિજય, વણિજ, આયુધ, યુદ્ધ, :સમય નિયુદ્ધ, વૃદ્ધન, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, નારી, ભૂમિ, લેપન, દંત, કાષ્ઠ, ઈષ્ટિકા, પાષાણ, ઉત્તર, પ્રત્યુત્તર, સૂચીકર્મ, શરીરશાસ્ત્રકલા. (વ. ૨. કો.)
(૭૨)
ગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા, બુદ્ધિકલા, શૌચકલા, મંત્રકલા, વિચારકલા, વાદ, વાસ્તુ, નેપથ્ય વિનોદ, વિલાસ, નીતિ, શકુન, ચિત્ર, સંયોગ, હસ્ત, લાઘવ, કુસુમ, ઈન્દ્રજાલ, સૂચીકર્મ, સ્નેહ, પાન, આહાર, સૈભાગ્ય :પ્રયોગ, ગંધ, વસ્તુ, પાત્ર, રત્ન, વૈદ્ય, દેશ, વિજય, વાણિજ્ય, આયુધ, યુદ્ધ, નિયુદ્ધ, સમય, વર્તન, હસ્તિ, તુરગ, પક્ષી, પુરુષ, નારી, ભૂમિ, લેપ, કાષ્ઠ, સૈન્ય, વૃક્ષ, છદ્મ, પ્રસ્થ, ઉત્તર, શસ્ત્ર, શાસ્ત્ર, ગણિત, પઠિત, :લિખિત, વક્તૃત્વ, કથા, વ્યવન, વ્યાકરણ, નાટક, છંદ, અલંકાર, દર્શન, અધ્યાત્મ, ધાતુ, ધર્મ, અર્થ, કામ, દ્યૂત, શરીરકલા. (વ. ૨. કો.)
(૭૨)
લેખન, વાદ્ય, છંદ, કાવ્ય, તુરંગારોહણ, યંત્રવાદ, ગંધવાદ, ચિકિત્સા, વિધિ, વેદ, સામુદ્રિક, કપટ, ધૂર્તતા, અમરીકલા, સર્વકરણી, ઉપલેપ, યંત્રપરીક્ષા, ગારુડવિદ્યા, શકુનરુત, ગણિત, પઠન, અલંકાર, કાત્યાયન, :પ્રજાશ્વયોગશિક્ષા, મંત્રવાદ, પ્રાકૃત, અપભ્રંશ, સિદ્ધાંત, આગમ, વિજ્ઞાન, વિદ્યાનુવાદ, મણિકર્મ, ઐંદ્રજાલ, પ્રાસાદલક્ષણ, ચર્મકર્મ, વશીકરણ, યોગાંગ, ગીત, શિક્ષા, વ્યાકરણ, નિઘંટુ, શાસ્ત્રાભ્યાસ, વિષવાદ, સંસ્કૃત, સ્મૃતિ, :તર્ક, સંહિતા, વાપકેવિદ્યા, દર્શન, તરુચિકિત્સા, પાતાળસિદ્ધિ, પત્રછેદન, કાષ્ટઘટન, ધાતુકર્મ, નૃત્ય, જ્યોતિષ, નિરુક્તિ, ગજારોહણ, રસવાદ, ખન્યવાદ, પૈશાચિક, પુરાણ, વૈદક, ઇતિહાસ, રસાયન, સંસ્કાર, ખેચર્ય, :યંત્રક, રસવતી, ચિત્ર, નખ છેદ્ય, દેશભાષા, કેવળવિધિ. (જૈનમત)

કલાનિધિ (ચંદ્ર) (૧)

કલિયુગના અવતાર (૨) બુદ્ધ, કલ્કિ.

કવાથ (૭)
પાચન, ધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.

કલ્કિપુત્ર (૪)
રાયદત્ત, વિજય, પરાજિત, બાહુ.

કલ્પ (૩૦)
શ્વેત, નીલલોહિત, વામદેવ, તતિરથ, રૌરવ, પ્રાણ, બૃહત્, કંદર્પ, પદ્મ, ઈશાન, વાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કૂર્મ, કર્મ, વિધિરાકા, નૃસિંહ, સામાનહૃત, સોમ, માનવ, ઉદાન, વૈકુંઠ, લક્ષ્મી, સાવિત્રી, ઘર, વરાહ, :વૈરાજ, ગૌરી, મહેશ્વર. (બ્રહ્માના ત્રીસ દિવસના નામ)

કલ્પસૂત્ર (૫)
ઉત્તરાધ્યયનસૂત્ર, નિશીથસૂત્ર, કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, જિત કલ્પસૂત્ર.

કલ્યાણક (૫)
ગર્ભકલ્યાણકચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાન-કલ્યાણક, નિર્વાણકલ્યાણક.

કષાય (૯)
હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રીવેદ,
નપુંસકવેદ. (જૈનમત)

કસ્તી (૬)
– કુલ બોંતેર દોરા (યહનનનાં બોંતેર પ્રકરણ).
– ચાવીસ દેરાનું ફૂમતું (વિસ્પરદની ચોવીસકલમ).
–બાર દોરાના છ ભાગ (છ ધાર્મિક ફરજો).
–બાર દોરા (વર્ષના માસ.)
–છ ફૂમતાં (છ ઋતુના તહેવાર, ગાહમબાર.)
– બાંધેલા બધા દોરા (વિશ્વબંધુત્વ.)

કામબાણ (૫)
આસોપાલવ, કમળ, સરસવનું ફૂલ, આંબાનો મોર, ભૂરું કમળ.
(૫)
ચંપો, નાગકેસર, કેવડો, બીલીનું ફૂલ, આંબાનો મોર.
(૫)
અરવિંદ, અશોક, નવમલ્લિકા, આંબાન માર, નીલોત્પલ.

કામાવસ્થા (૧૦)
અભિલાષા, ચિંતન, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, જ્વર, જડતા, મૃત્યુ. (જુઓ ઃ અવસ્થા.)

કામિનિ (૧૪)
શાંતિ, ક્ષમા, દયા, ઉન્નતિ, ઉપરતિ, સંદ્વિધા, તિતિક્ષા, સ્વરૂપસ્થિતિ, મુમુક્ષા, નિષ્કામના, પ્રતીતિ, સુલીનતા, સમાધિ, નિર્વાણદશા.

કાયકલેશ (૬) (જૈનમત)
શરીરને કષ્ટ આપવું, અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, પ્રતિસંલીનતા.

કારક વિભક્તિ (૬)
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ.

કારણ (૨)
ઉપાદાનકારણ, નિમિત્તકારણ.
(૯)
ઉત્પત્તિ, સ્થિતિ, અવિભક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિચ્છેદ, અન્યત્વ, કૃતિ.

કારણવાદ (૩)
આરંભ, પરિણામ, વિવર્ત.

કાલ (૩)
ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ.

કાલચક્ર (૨)
ઉત્સર્પિણી, અવસર્પિણી.

કાલમાપન (૯)
બ્રહ્મમાન, દિવ્ય, પય, પ્રાજાપત્ય, બાર્હસ્પત્ય, સૌર, સાયન, ચાંદ્ર, આર્ક્ષ.

કાલિદાસ (૩)
વિક્રમરાજના નવ રત્નમાંનો એક (જેણે ઋતુસંહાર, મેઘદૂત, રઘુવંશ, કુમારસંભવ, વિક્રમોર્વશી, માલવિકાગ્નિમિત્ર, શાકુંતલ રચ્યા.)
ભોજરાજાના સમયમાં ઉલ્લેખ મળે છે. (જેણે શ્યામલા દંડક, પુષ્યબાણવિલાસ, શૃંગારશતક, ભોજચંથૂ, ભોજપ્રબંધ રચ્યા.) કાઠિયાવાડના વસાવડને નાગર (જેણે ધ્રુવાખ્યાન, હરાખ્યાન, સીતાસ્વયંવર રચ્યા.)

કાલ્પનિક જીવ (૨૦)
અપ્સરા, અસુર, ભૂત, દૈત્ય, દાનવ, દસ્યુ, ગણ, ગંધર્વ, ગુહ્યક કિન્નર, કુભાંડ, કુષ્માંડ, નાગ, પિશાચ, રાક્ષસ, સિદ્ધ, વૈતાળ, વિદ્યાધર, યક્ષ, ધાતુધાન.
(૭૨)

કાવ્યના ગુણ (૩)
માધુર્ય, ઓજસ્, પ્રસાદ.

કાવ્યદોષ (૩૨).
ત્રણ પ્રકારની અશ્લીલતા (તન, વાણી, દૃષ્ટિની), જુગુપ્સા, વ્રીડા, અમંગળ, શ્રુતિકટુ, દુષ્ટ, અનુસંધાન, રસવર્જિત, ગ્રામ્યનિહિત, પંગુ, મૃત્તક, સંદિગ્ધ, કિલષ્ટ, નિરર્થક, પુનરુક્તિ-યુક્ત, ન્યૂનક્રમ, અધિકક્રમ, વ્યર્થ, :હીન, યતિભંગ, અસમર્થક, અપ્રયુક્ત, દેશવિરોધી, પંથવિરોધી, સમયવિરોધી, લોકવિરોધી, શાસ્ત્રવિરોધી, વર્ણવિરોધી, શબ્દદોષ, લિંગદોષ, વાક્યદોષ.

કાવ્યના પ્રકાર (૩).
ગદ્ય, પદ્ય, ચંપૂ.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું સંદાતનિક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું યુગ્મક, ત્રણ શ્લોકનું ગુણવતી, ચાર શ્લોકનું પ્રભદ્રક, પાંચ શ્લોકનું બાલાવલી.
(૫)
એક શ્લોકનું મુક્તક, બે શ્લોકનું સંદાતનિક, ત્રણ શ્લોકનું વિશેષક, ચાર શ્લોકનું કલાપક, પાંચ શ્લોકનું કુલક.

કાવ્યના ભેદ (૨).
દૃશ્યકાવ્ય, શ્રાવ્યકાવ્ય.

કાળ (૮)
મહાહંસપદ, હંસપદ, કાકપદ, ગુરુ, લઘુ, દ્રુત, અણુ, ત્રુટિ. (સંગીત) (૧૩)
સપ્તર્ષિકાળ, વિક્રમકાળ, શાલિવાહનકાળ, બંગાળીસન, અમલીસન, ફસલીસન, સૂરસન, મણીસન, પરશુરામકાળ, યુધિષ્ઠિરકાળ, લક્ષ્મણસેનકાળ, રાજશક, ઈસ્વીસન.

કીર્તિ (૭).
દાન, પુણ્ય, કાવ્ય, વકતૃત્વ, વર્તન, શૌર્ય, વિદ્વજ્જનકીર્તિ. (વ. ૨. કો.)

કીર્તિલક્ષણ (૭).
દાન, પુણ્ય, વિદ્યા, વકતૃત્વ, કાવ્ય, આર્જવ, ઔદાર્ય.

કુલ (૮) (નાગના)
શેષ, વાસુકિ, કંબલ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ, કુલિક.

કુલનક્ષત્ર (૧૨).
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્પ, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.

કુલાચલ (૭)
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિધ્ય, ગંધમાદન, પારિયાત્ર.
(૭) હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન (ઋષ્યવાન), વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ, શુક્તિમાન.
(૭)
હિમવાન, મલય, ચિત્રકૂટ, કૈલાસ, ઇંદ્રકીલ, કિષ્કિંધા.
(૭)
ચુલ્લહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રૂકિમ, શિખરી, મંદર.

કુળનક્ષત્ર (૧૨)
ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા.

કુલમહાભૂમિક (૧૦) (બૌદ્ધમત)
શ્રદ્ધા, વીર્ય, ઉપેક્ષા, નમ્રતા, અયથાર્થ બાબતોથી વિમુખતા, અલોભ, અદ્વેષ, અહિંસા, ચિત્તની કર્મણ્યતા, અપ્રમાદ.
(૧૬) (જૈનમત)
વજ્રપ્રભ, વજ્રસાર, કનક, કનકોત્તમ, રક્તપ્રભ, રક્તધાતુ, સુપ્રભ, મહાપ્રભ, મણિપ્રભ, મણિહિત, રુચક, એકાવંતસક, સ્ફટિક, મહાસ્ફટિક, હિમવત, મંદિર.

કૂટસ્વામી (૧૨) (જૈનમત)
ઉસેસય, શ્વેતભદ્ર, ભદ્ર, સુભદ્ર, અષ્ટ, સર્વર્તુરદ, આનંદ, નંદ, નંદિસેણ, મોડ, ગોસ્તૂપ, સુદર્શન.
(૧૬) (જૈનમત).
ત્રિશીષ, પંચશીર્ષ, સપ્તશીષ, મહાભુજ, પદ્મોત્તર, પદ્યસેન, મહાપદ્મ, વાસુકી, સ્થિરહૃદય, મૃદુહદય, શ્રીવચ્છ, સ્વસ્તિક, સુંદરનાગ, વિશાળાક્ષ, પાંડુરંગ, પાંડુકેશી.

કેવલજ્ઞાન (૫)
મતિ, શ્રુતિ, અવધિ, મનઃ પર્યાય, કેવલ.

કેળવણી (૪)
શારીરિક, બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક.

કોશ (૫)
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય.
(૫૬)
અમર, મેદિની, હલાયુધ, ત્રિકાંડશેષ, હરાવલી, રુદ્ર, નાનાર્થમંજરી, વિશ્વપ્રકાશ, વાગ્ભટ્ટ, માધવ, વાચસ્પતિ, ધર્મવાડી, તારપાલ, વિશ્વરૂપ, વિક્રમ, વૈજયંતી, આદિત્ય, કાત્યા, વામન, ચંદ્રયોગી, શુભાંક, ગોવર્ધન, :રસભવાલ, રતનમાલા, ગંગાધર, જય, એકાક્ષરી, અમરદત્ત, હારરતિદેવ, બોપાલિત, શાશ્વત, વરરુચિ, ભૃગુ, નામમાલા, સંસારાવર્ણ, શબ્દાર્ણવ, હેમચંદ્ર, ઉત્પલિની, રાજકોશ, અજપાલ, અનેકરત્ન, ભારતમાલા, :ભાવપ્રકાશ, ભાનુદીક્ષિત, ભૂરિપ્રયોગ, પદાર્થકૌમુદી, નાના રત્નમાલા, ઉત્પલ, રત્નમાલા, અનાદિ, ભારતમાલા, ધરણી, સિદ્ધાંતકૌમુદી, શબ્દસંપર્ક, શબ્દરત્નાવલી, ધરિણી.

કૌરવો (૧૦૦)
(ગીતાપ્રેસ, ગોરખપુરવાળી મહાભારતની આવૃત્તિમાં નિમ્નલિખિત કૌરવોનાં નામ મળે છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, દુર્મુખ, વિવિંશતિ, વિકર્ણ, જલસન્ધ, સુલોચન, વિન્દ, અનુવિન્દ, દુર્ધષ, સુબાહુ, પ્રધર્ષણ, દુષ્પઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુ, :ચિત્રાંગદ, દુર્મદ, દુષ્પ્રધર્ષ, વિવિત્સુ, વિકટ, સમ, ઊર્ણનાભ, પદ્મનાભ, નન્દ, ઉપનન્દ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાહુ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિરોચન, અયોબાહુ, મહાબાહુ, ચિત્રચાપ, સુકુંડલ, ભીમવેગ, :ભીમબલ, બલાકી, ભીમ, વિક્રમ, ઉગ્રાયુધ, ભીમશર, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનૂદર, જરાસંધ, દઢસંધ, સત્યસંધ, સહસ્રવાક, ઉગ્રશ્રવા, ઉગ્રસેન, ક્ષેમમૂર્તિ, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, :દુરાધન, દૃઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચા, આદિત્યકેતુ, બહ્વાશી, નાગદત્ત, અનુયાયી, કવચી, નિષંગી, દંડી, દંડધાર, ધનુગ્રહ, ઉગ્ર, ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દઢરથ, અનાદ્યૃષ્ય, કુંડભેદી, :વિરાવી, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, મહાબાહુ, વ્યૂઢોરુ, કનકાંગદ, કુંડજ, ચિત્રક.
–દુઃશલા નામની પુત્રી. (મહાભારત આદિપર્વ—સભાપર્વ શ્લોક ૯૩થી ૧૦૫ પૃ. ૧૯૬.)
(૧૦૦) (મહાભારત સંપાદક: સુકથનકર, પુના ૧૯૯૩ની આવૃત્તિમાં પૃ. ૪૮૦-૪૮૨માં કૌરવના નામની યાદી નિમ્ન મુજબ છે.)
દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુશલ, જલસંધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્ષધ, સુબાહુ, દુપ્રાઘર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિંશતિ, વિકર્ણ, જલસંધ, સુલેચન, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ત, શરાસંધ, :દુર્મદ, દુષ્પ્રજ્ઞ, વિવિત્સ, વિકટ, સમ, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાણ, ચિત્રવર્મા, સુવર્મા, ર્દુવિમોચન, અયબાહુ, મહાબાહુ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબલ, :બલાકિ, બલવર્ધન, ઉગ્રાયુધ, ભીમકર્મ, કનકાયુ, દઢાયુધ, દઢવર્મા, દઢક્ષત્ર, સોમકીર્તિ, અનુદર, દઢસંધ, જરાસંધ સત્યસેવ, સદ, સુવાક, ઉગ્રશ્રવા, અશ્વસેન, સેનાનિ, દુષ્પરાજય, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, :દુરાવર, દોઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુર્વચસ, આદિત્યકેતુ, બહવાર્શ, નાગદંત, ઉગ્રયાયિન, કવચી, નિસંગી, પાશી, દંડધાર, ધનુર્ગ્રહ, ઉગ્ર ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દૃઢરથ, અનાધૃષ્ટા, :કુંડભેદી, વીરાવિ, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, વ્યુધોરુ, કનકધ્વજ.
તથા કુંડાશી, વિરજા, દુઃશલા નામની ત્રણ પુત્રીઓ. કાંડ (૩)કર્મકાંડ (જૈમિનિ), ઉપાસનાકાંડ (પતંજલિ), જ્ઞાનકાંડ (બાદરાયણ).

કાંતાર (૫) (બૌદ્ધમત).
ચોરકાંતાર, વ્યાકાંતાર, અમાનુષકાંતાર, નિરુદકકાંતાર, અલ્પભક્ષ્યકાંતાર.

કુંભમેળો (૪).
હરદ્વાર, પ્રયાગ, નાસિક, ઉજ્જૈન.

કુંડલીભાવ (૧૨)
તનુ, ધન, સહજ, સુહત, સૂત, રિપુ, જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આપ્ત, વ્યય.

ક્રાંતિવૃત્ત (૬)
અયમંડલ, અયવૃત્ત અયક્રમ, અયમ, સ્પષ્ટક્રાંતિ, ક્રમણ.

ક્રિયા (૫) (જૈનમત).
આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા.
(૩૨).
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્થ, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષા, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, પાનીય, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર, ગીત, વાદ્ય, નૃત્ય, હવન, :દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર.

ક્રિયાપદ (૨)
–સકર્મક, અકર્મક.

ક્રિયાપાલન (૫)
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર–પ્રણિધાન.
(પાતંજલયોગસૂત્ર)
(૧૦)
સંતોષ, આસ્તિક્ય, દાન, ઇશ્વરપૂજન, સિદ્ધાંત, વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, તપ, હોમ. (યોગ કૌસ્તુભ),

ક્રિયાશક્તિ (૭)
ઇષ્ટ, પૂર્ણ, સ્વાધ્યાય, જપ, પૂજા, તપ, દાન.
ક્રિયાસ્થાન (૧૩) (જૈનમત)
અર્થદંડ પ્રત્યાયક, અનર્થદંડ પ્રત્યયિક, હિંસાદંડ પ્રત્યયિક, અકસ્માદંડ પ્રત્યયિક, દષ્ટિવિપર્યાસદંડ, મૃષાવાદ, અદત્તાદાન,
અધ્યાન્મ, માન પ્રત્યયિક, મિત્રદોષ, માયા, લોભ, ઈર્યાપથિકી.

કૃત્ય (૬) (જૈનમત).
દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસ કૃત્ય, સંવત્સરકૃત્ય, જન્મકૃત્ય.

કૃષ્ણરથના અશ્વો (૪)
સૈખ્ય, સુગ્રીવ, પુષ્પક, બલાહક.

કૃષ્ણપ્રિયા (૪)
કાલિંદી, ચંદ્રાવલી, રાધા, રાધા વૃષભાનુહજા.

કલેશ (૫) (યોગમત)
અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ.

કવાથ (૭) (વૈદક)
પાચન, શોધન, કલેદન, શમન, દીપન, તર્પણ, શોષક.

કલેશમહાભૂમિક (૬) (બૌદ્ધમત).
મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રિય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન.