વેણીનાં ફૂલ/નીંદરભરી

From Ekatra Wiki
Revision as of 11:11, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નીંદરભરી|}} <poem> નીંદરભરી રે ગુલાલે ભરી બેની બાની આંખડી નીંદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નીંદરભરી

નીંદરભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે!

નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અંકાશી હિંચકાની હોડી કરી -બેનીબાની૦

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી - બેનીબાની૦

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરીયા દૂધના કટોરા ધરી - બેનીબાની૦

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,
કળીઓ નીતારીને કચોળી ભરી - બેનીબાની૦

સીંચ્યાં એ તેલ મારી બેનીને માથડે
નાવણ દેતી રે ચાર દરિયાપરી - બેનીબાની૦

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા,
બેસીને બેન જાય મુસાફરી - બેનીબાની૦

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સુરજ ઉગ્યો ને બેન આવ્યાં ફરી - બેનીબાની૦