વેણીનાં ફૂલ/બાલૂડી બ્હેન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બાલૂડી બ્હેન|}} <poem> મારી બાલૂડી બ્હેન! મારી ભોળૂડી બ્હેન! તા...")
 
(No difference)

Latest revision as of 11:04, 29 January 2022

બાલૂડી બ્હેન

મારી બાલૂડી બ્હેન! મારી ભોળૂડી બ્હેન! તારી આંખો ઝીણી ને આભ જોતી રે બ્હેન!
મારી બાલૂડી બ્હેન! મારી વ્હાલૂડી બ્હેન! તારૂં મોઢું નાનું ને હાસ્ય મોટાં રે બ્હેન!
મારી બાલૂડી બ્હેન! મારી કાલૂડી બ્હેન! તારી ઝીણેરી જીભ, બોલ ઘેરા રે બ્હેન!
મારી બાલૂડી બ્હેન!
મારી ઘેલૂડી બ્હેન!
તારી આછી પાંપણા ને નીંદ ઘાટી રે બ્હેન!

મારી બાલૂડી બ્હેન!
મારી કોડીલી બ્હેન!
તારૂં માથું ટુંકુ ને વાળા લાંબા રે બ્હેન!

મારી બાલૂડી બ્હેન!
મારી લાડીલી બ્હેન!
તારી નાની કાયા ને જોર જબરાં રે બ્હેન!

મારી બાલૂડી બ્હેન!
મારી માધૂરી બ્હેન!
તારી ઉંમરા છોટીને વાતા મોટી રે બ્હેન!

મારી બાલૂડી બ્હેન!
મારી ભોળૂડી બ્હેન!
તારાં જીવતરા થોડાંને હેત ઝાઝાં રે બ્હેન!