વેણીનાં ફૂલ/વાદળમાં વસનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વાદળમાં વસનાર|}} <poem> પેલાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલા...")
 
(No difference)

Latest revision as of 11:37, 29 January 2022

વાદળમાં વસનાર

પેલાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ! માડી મને રમવા બોલાવે

આઘાં ઉભાં કરે વાતડી
અમે રમત જ રમતાં!
વ્હાણું વાયે વે'લાં નીસર્યાં!
ને રાતે પાછાં વળતાં.

સોનાના ખેલ સવારમાં
ખેલ્યાં સૂરજ સંગે
રાતે રમાડશે ચંદ્રમા
રૂડે રૂપેરી રંગે.

શી રીતે આવું એ દેશમાં
મને કોણ ત્યાં તેડે?
આવજે દોસ્ત તું એકલો