વેણીનાં ફૂલ/સૂરજ! ધીમા તપો!

From Ekatra Wiki
Revision as of 12:32, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધીમા તપો!|}} <poem> મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ! ધીમા તપો, ધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધીમા તપો!

મારી મેંદીનો રંગ ઊડી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી વેણી લાખેણી કરમાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારાં કાજળ નેણેથી ઝરી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી ચૂડી અણમોલી તરડાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારે સેંથેથી હીંગળો રેળાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી પાની સુંવાળી બળી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારા કેમે નો પંથે પુરા થાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

જેને શોધું તે દૂર સરી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!