શાંત કોલાહલ/કલ્પવલ્લી



કલ્પવલ્લી

લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
એ કલ્પવલ્લી મુજ
ડાળડાખળી
એની જતી પંથ કરી અહીં થકી તે
સીમની પાછળ લોકલોકમાં.

છું એની છાયમહીં આપ્તકામ હું.

મારે કમી ના નહિ લેશ અન્નની,
કમી નહીં વલ્કલ કે દુકૂલની,
કે રિદ્ધિનાં ’લંકરણોની...

પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.

અહીં ભર્યું આગત કેરું ભાજન.