શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૦. ઉછાળ દરિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૦. ઉછાળ દરિયા|}} <poem> ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૪૬)}}
{{Right|(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૪૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = XI. કવિતા – ચિદાકાશનાં ચાંદરણાં (૨૦૧૨)
|next = ૧૦૧. થાઉં બળિયો
}}

Latest revision as of 10:07, 15 July 2022

૧૦૦. ઉછાળ દરિયા



ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ!

હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું!
હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ!

નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે!
ગ્રહ-તારાની ભીડ મચી શી! ચાંદ-સૂરજ આ ફળિયે!
વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ!

વામનજીના કીમિયા કેવા! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડી અનંત અંદર ઝૂલે,
છોળે છોળે છંદ છલકતા, જલ જલ ચેટીચંડ!

(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૪૬)