સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબાદાસ અગ્નિહોત્રી/મીઠાં વડચકાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે.

અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું.

વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો.

બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા :

“વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!”