સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અજિત શેઠ/સમર્થ સંગીતકારના પાયામાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ભારતનો જનસમાજ સચિન દેવ બર્મનને ફિલ્મ જગતના સમર્થ સંગીતકાર ત...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ભારતનો જનસમાજ સચિન દેવ બર્મનને ફિલ્મ જગતના સમર્થ સંગીતકાર તરીકે જ ઓળખતો. પણ હકીકતમાં એ જેટલા મહાન સિને સંગીતકાર હતા તેથીયે વિશેષ મહાન લોકસંગીતના અન્વેષક હતા. આ સદીના બીજા દસકમાં બંગાળી સમાજને પોતાના લોકસંગીતના સમૃદ્ધ વારસા તરફ સચેત કરવામાં સચિનદેવનો ફાળો ઘણો મોટો છે. બંગાળના ખૂણે ખૂણે રખડી રખડીને લોકગીતો ભેગાં કરી ભદ્રસમાજ પાસે ગાઈ ગાઈ પોતાના ભવ્ય વારસા માટે આદર પેદા કરાવવાનો જે જબરો પુરુષાર્થ ગણશિલ્પી સચિનદેવે કર્યો તેનો જોટો મળવો મુશ્કેલ છે. જે કામ મેઘાણીભાઈએ ગુજરાત માટે કર્યું કંઈક તેવું ધૂળધોયાનું કામ સચિન દેવે બંગાળ માટે કર્યું છે. બંગાળી લોકવાણીનાં કંઠસ્થ સેંકડો ગીતોને પ્રતિષ્ઠા અપાવવા એકધારા ત્રણ દસકા સુધી સચિન દેવ અણનમપણે ઝૂઝ્યા. બંગાળના નદીતીર પ્રાન્તે વૈષ્ણવ ફકીરો, વૈરાગીઓ, બાઉલ ભજનિકો અને ભટિયાળી ગાતા નાવિકોમાં ભળી, લુપ્ત થઈ જતી બંગાળની લોકગીત સંસ્કૃતિને સાચવી તેનો સારોદ્ધાર કરી તેમણે જનસમાજમાં પ્રિય કરી. પરંપરાગત લોકગીતો ભેગાં કરી તેના પર સંશોધન કરી, રેડિયો અને રંગમંચ દ્વારા લોકકર્ણે પ્રસાર કરીને છેવટે એ જ લોકસંગીતમાં સામર્થ્ય મેળવીને સચિન દેવ સર્જક બન્યા અને છેક બેતાલીસ વર્ષની પાકટવયે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશવા છતાં પણ એકચક્રે ત્રીસ ત્રીસ વર્ષ રાજ કર્યું. આની પાછળ તેમની વર્ષોની લોકસંગીતની સાધના જબરું ભાથું બની રહી.

સચિન દેવે એક હજારથી વધુ બંગાળી લોકગીતો સંગ્રહ કરી ગાયાં છે. એક જમાનો એવો હતો કે બંગાળમાં તેમની લોકગીતોની રેકોર્ડનું વેચાણ સૌથી વિશેષ હતું. સિને સંગીત-નિર્દેશક કરતાં બંગાળનાં લોકગીતોના ઉદ્ધારક અને ગાયક તરીકે ગઈ કાલની પેઢી સચિન દેવને વધારે જાણતી. લોકસંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો તેમનો અભ્યાસ પણ ઘણો ઊડો. આથી લોકગીતોને તેમણે શાસ્ત્રીય સંગીતના સ્પર્શથી ઘાટમાં લાવી પાણીદાર કર્યાં.

2,457

edits