સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’/જીત...

From Ekatra Wiki
Revision as of 12:02, 24 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં, મુકિત મારી આખરે છે એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુકિત મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં!