સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ધર્મશાળા બનવું ન પાલવે

          નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. ઇતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાવી દેવાં હોય, તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે, તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.