સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/આત્મસંસ્કારથી શોભતી

Revision as of 11:47, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી અને સચોટ છતાં તળપદી નહીં, કિંતુ આત્મસંસ્કારથી શોભા ધરાવતી એવી અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે. [ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં : ૧૯૨૮]