સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આર. એમ. મેરીલ/એક અંધનો સવાલ

          એક સવારે ન્યૂ યોર્કની ભોંયરાગાડીમાં હું જતો હતો, ત્યાં એક આંધળા જુવાનને તેને દોરનાર કૂતરા સાથે મેં જોયો. ડબામાં હું એની બાજુમાં જ ઊભો હતો, એટલે નજીકમાં બેસવાની એક ખાલી જગ્યા નજરે પડી કે તરત મેં જુવાનને કહ્યું કે, ચાલો, તમને ત્યાં દોરી જાઉં. એણે મારો ખૂબ આભાર માન્યો અને મૃદુ અવાજે અણધાર્યો જ સવાલ કર્યો : “આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી નથી?”