સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/—તોય ઊભું કામ ને કામ!

પરોઢે મંદિરશંખ ફૂંકાયા ને સાંજે થયા ઘંટનાદ;
રાત ખૂટે તોય કામ ન ખૂટે! કોને દેવો મારે સાદ?
દા’ડો આખો ઠરી ન બેસવું ઠામ,
રાતે તોય ઊભું કામ ને કામ!
માથું ભમે ને અંગ ઢળી પડે, હાથે ખાલી ચડી જાય,
પાંપણે જાણે મણીકા મેલ્યા, પડળે વળે ઝાંય....
—રામજી! કાં રોટલા મોંઘા?
લોહીમાંસ આટલાં સોંઘાં?!
[ટોમસ હૂડના ‘ધ સોંગ ઓફ ધ શર્ટ’ના થોડા ભાગનો અનુવાદ]