સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/ધન્ય ભાગ્ય

Revision as of 12:14, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન, અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન,
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!…
ગગરી ફોડી ભવ ફોડયો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું, બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ!