સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/રંગતાળી

Revision as of 12:13, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હો રંગતાળી, હો રંગતાળી, હો રંગતાળી મને આવતાંક તાળી એક દીધી કે રાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હો રંગતાળી, હો રંગતાળી, હો રંગતાળી
મને આવતાંક તાળી એક દીધી
કે રાસમાં લીધી... હો રંગતાળી....
હો એક તાળી ભોમે, હો એક તાળી વ્યોમે,
એક શીળે ચાંદરણે, એક ધીખ્યા ધોમે,
હો એક ધીખ્યા ધોમે;
આ ચાર દી’ના ઓચ્છવમાં જોબનના જોમે,
હો જોબનના જોમે,
ઓલ્યા રાસના પ્રાસ શી હું આલી!
મતવાલી...... હો રંગતાળી.
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]