સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એબ્રહામ લિંકન/આંગળી ઝાલીને એને દોરજે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવા...")
 
No edit summary
Line 15: Line 15:
હે જગત, આ બધું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુદ્ધ બને છે.
હે જગત, આ બધું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુદ્ધ બને છે.
મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તોપણ હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બધું કરજે, કારણ કે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.
મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તોપણ હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બધું કરજે, કારણ કે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.
{{Right|(અનુ. ઈશા-કુન્દનિકા)
{{Right|(અનુ. ઈશા-કુન્દનિકા)}}
[‘ઝરૂખે દીવા’ પુસ્તક : ૨૦૦૧]}}
{{Right|[‘ઝરૂખે દીવા’ પુસ્તક : ૨૦૦૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 06:01, 26 May 2021

          હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. અત્યાર સુધી એ પોતાનો રાજા હતો. આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઇચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો. પણ… હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુદ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે. આ જગતમાં વસવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમત જોઈએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે. એણે બધું શીખવું તો પડશે. હું જાણું છું કે દુનિયામાં બધા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જનો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે. એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડૉલર મફત મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદ્ભુત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજારવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોધવા એને થોડોક નિરાંતનો સમય આપજે. એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બધા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જન સાથે સજ્જન અને દુર્જન સામે અણનમ રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તેને વિવેકપૂર્વક સમજી જે સાચું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ. બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે. દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હૃદયનાં દ્વાર એ બંધ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે. હે જગત, આ બધું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુદ્ધ બને છે. મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તોપણ હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બધું કરજે, કારણ કે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે. (અનુ. ઈશા-કુન્દનિકા) [‘ઝરૂખે દીવા’ પુસ્તક : ૨૦૦૧]