સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કમલેશ સોલંકી/કોણ ધક્કા મારતું હતું?

Revision as of 05:17, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એસ. ટી. બસના ગાંધીનગર ડેપોમાં મારી બદલી થઈ પછી એક દિવસ હું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          એસ. ટી. બસના ગાંધીનગર ડેપોમાં મારી બદલી થઈ પછી એક દિવસ હું ગાડી નં. ૬૯૫૦માં કન્ડક્ટરની ફરજ બજાવતો હતો. અમદાવાદમાં સર્કિટ હાઉસ આગળ અમારી ગાડી અચાનક બંધ પડી ગઈ. અમારા ડ્રાઇવર કાંતિભાઈ રાવળે બસમાંના બારેક મુસાફરોને ગાડીને ધક્કા મારવાની વિનંતી કરી. અમે સૌ ધક્કા મારતા હતા, ત્યાં મારી નજર ગુજરાતના માજી મુખ્ય મંત્રી બાબુભાઈ પર પડી—એક હાથમાં ચોપડા ભરેલી થેલી સાથે તેઓ બસને ધક્કો મારતા હતા!