સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/એટલે વીસમી વખત

From Ekatra Wiki
Revision as of 08:47, 27 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “છોકરાંઓને એકની એક વાત વીસ વીસ વખત કહેતાં તમને કંટાળો નથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “છોકરાંઓને એકની એક વાત વીસ વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો?” એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો. તેણે જવાબ આપ્યો : “ઓગણીસ વખત કહેલું નકામું ન જાય, એટલા માટે વીસમી વખત કહું છું.” કેળવણી એક લડત છે. શિક્ષકોનો પક્ષ હારી બેસશે, તો જગતની શક્તિ નામશેષ થઈ જશે. એક જ રસ્તો છે : ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત કરો, અકથ્ય ધીરજ ધરો.