સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/કેળવણીથી સિદ્ધ

          આજે જે સદ્ગુણો સમાજના હાડમાં પચી ગયેલા દેખાય છે, તે એકાદ જમાનાના જબરદસ્ત પ્રચારને લીધે જ લોકસહજ થયેલા છે. માંસાહારનો ત્યાગ, અતિથિસત્કાર, ભાઈ-બહેનનાં લગ્નનો અભાવ, વહેવારમાં જળવાતું ઘણુંખરું પ્રામાણિકપણું — એ બધા સદ્ગુણો સમાજે કેળવણીથી સિદ્ધ કરેલા છે.