સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ શાહ/સૌમ્ય મૂર્તિ

          વજુભાઈનું સ્મરણ થતાં જ એક સૌમ્ય મૂર્તિ આંખ સામે ખડી થાય છે. કોઈ પણ વાત અત્યંત ધીરજથી, ઠાવકાઈથી, સૌમ્યતાથી રજૂ કરવાની શૈલી એમના સ્વભાવમાં વણાયેલી હતી. સાવ વિરોધમાં કહેવું હોય ત્યારે પણ વજુભાઈ આરંભ કરે સામાવાળાની વાતથી. ક્યારેક તો સામાવાળો પોતે રજૂ કરી શક્યો હોય તેના કરતાંયે વધુ સારી રીતે એની વાત વજુભાઈ રજૂ કરી આપે. અને પછી શાંતિથી ને સૌમ્યતાથી “પરંતુ... વાત એમ છે કે...” એમ કરીને પોતાનો વિરોધી મુદ્દો કહે.