સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કુસુમ દેશપાંડે/માથા પર નહીં

Revision as of 05:09, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૧ના વ્યકિતગત સત્યાગ્રહ વખતે ગાંધીજીએ વિનોબાને તેડાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ૧૯૪૧ના વ્યકિતગત સત્યાગ્રહ વખતે ગાંધીજીએ વિનોબાને તેડાવ્યા. પોતે પવનાર રહેતા હતા ત્યાંથી વિનોબા સેવાગ્રામ આવ્યા. બધી વાતો થઈ. છેવટે બાપુએ પૂછ્યું: “તમારે માથે ઘણાં કામ હશે. એ બધાં પતાવવા માટે તમારે કેટલો સમય જોઈશે?” “બાપુ, કામ મારા માથા પર નહીં—હાથમાં છે; જ્યારે ધારું ત્યારે તેને છોડી શકું તેમ છું. એને માટે મારે અહીંથી પવનાર પાછા જવાની પણ જરૂર નથી. આપનો હુકમ તે મારે મન યમરાજનો હુકમ છે.” વિનોબાએ જવાબ દીધો. [હિન્દી માસિક ‘મૈત્રી’: ૧૯૬૪]