સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/તફાવત

From Ekatra Wiki
Revision as of 05:20, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોઈ મુસલમાન એવું જાહેર કરે કે પોતે ‘કુરાન’માં કે એક જ અલ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કોઈ મુસલમાન એવું જાહેર કરે કે પોતે ‘કુરાન’માં કે એક જ અલ્લાહમાં માનતો નથી, તો એ મુસલમાન મટી જાય છે. એ જ પ્રમાણે ઈસુ અને ‘બાઇબલ’માં અશ્રદ્ધા હોય તો એવો માણસ ખ્રિસ્તી હોવાનો દાવો નહીં કરી શકે. [પણ] કોઈ હિંદુ ‘વેદ’, ‘ઉપનિષદ’ કે ‘ગીતા’માં તથા પરમેશ્વરમાં બિલકુલ માનતો ન હોય, તોય તે હિંદુ હોઈ શકે. [‘પતંગિયાની અમૃતયાત્રા’ પુસ્તક : ૨૦૦૬]