સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/ધર્મની ઓથે

          સાચું બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તોપણ દુખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ. સર્વત્ર ઓચ્છવઘેલી, લાભઘેલી અને લોભઘેલી ધામિર્કતાનો જયઘોષ સંભળાય છે, પરંતુ પ્રામાણિકતાનું અરણ્યરુદન ભાગ્યે જ કાને પડે છે. [‘પતંગિયાની અમૃતયાત્રા’ પુસ્તક : ૨૦૦૬]