સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/રક્ષણ પામેલો ધર્મ જ રક્ષણ કરશે

          ધર્મો રક્ષતિ રક્ષિત :. રક્ષણ પામેલો ધર્મ જ તમારું રક્ષણ કરશે. ટ્રાફિક રૂલ તમે પાળો છો એ જ ટ્રાફિક રૂલ તમારું રક્ષણ કરે છે. ટ્રાફિક રૂલ ન પાળો તો ચાલે. તમારા હિસાબે અને જોખમે ન પાળવાની છૂટ છે. હાઈવે પર ઊંધી બાજુથી જાવ અને ૧૦૦ની સ્પિડે જાવ. યુ આર ફ્રી. બટ યુ વીલ નોટ બી એબલ ટુ એક્ઝિસ્ટ આફ્ટર ફાઈવ મિનિટ્સ. તમે ટ્રાફિક રૂલ પાળો છો, એટલે ધર્મરક્ષા કરો છો. એ રક્ષાયેલો ધર્મ જ તમારી રક્ષા કરે છે. ટ્રાફિક રૂલ પાળવામાં કોઈ પરોપકાર નથી, ટ્રાફિક રૂલ એ તમારો નાગરિક ધર્મ છે. તે રક્ષાયેલો ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મો રક્ષતિ રક્ષિત :. [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]