સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચાર્લ્સ ગેટ્સ/શીદને?

          મહાન ફ્રેંચ કલાકાર રેન્વારની વૃદ્ધાવસ્થામાં એમના હાથ વાના દુખાવાથી બહુ પીડાતા હતા. આંગળીનાં માત્ર ટેરવાંથી પીંછી પકડીને ચિત્રો દોરવાનું એ ચાલુ રાખતા, પણ પ્રત્યેક હલનચલન છરીના ઘા જેવી વેદના જન્માવતી. આ બધું ગમગીનીભેર જોઈ રહેનાર મિત્રા-કલાકાર માતીસે એક દિવસ પૂછ્યું કે, આટલી બધી પીડા વેઠીને પણ ચીતરવાનો આગ્રહ શીદને રાખો છો? “વેદના વહી જશે,” રેન્વારે જવાબ વાળ્યો, “પણ સૌંદર્ય શાશ્વત રહેશે.”