સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જગદીપ વીરાણી/વા વા વંટોળિયા!

વાયરા વનવગડામાં વાતા’તા
વા વા વંટોળિયા રે!
હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં
વા વા વંટોળિયા રે!
ગાડાં દોડે, ઘૂઘરા બોલે,
બળદ કેરાં શિંગડાં ડોલે!
હાં રે અમે એકસાથ-સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા રે!
ધોમ ધખેલા, આભ તપેલાં,
ગરમી કેરી ગાર લીંપેલા,
હાં રે અમે ઊની ઊની લૂ મહીં નાહતાં’તાં
વા વા વંટોળિયા રે!