સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ મો. શાહ/કાંઈક કહેવાનું

Revision as of 12:22, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને એક પ્રસંગે પ્રવચન માટે આમંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને એક પ્રસંગે પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે દિલગીરી દર્શાવતાં કહ્યું, “મારે અત્યારે કાંઈ કહેવાનું નથી. પરંતુ જો કાંઈ કહેવાનું હશે તો હું પછી આવીશ.” બરાબર છ માસ પછી તેમણે તેમના મૂળ નિમંત્રકોને તારથી ખબર આપ્યા : “હવે મારે કાંઈક કહેવાનું છે.” આથી વિના વિલંબે સમારંભ ગોઠવવામાં આવ્યો, અને ત્યાં આઇન્સ્ટાઈને મુખ્ય મહેમાન તરીકે પોતાનું પ્રવચન આપ્યું.