એક એવી તે પ્રીત અમે કીધી કે ઘૂંટમાં આખી પિયાલી પીધી! પીછામાં એક અમે પંખીને પામિયા ને તારામાં એકલ આકાશ; લહરીમાં એક લીધો સાગરને તાગી ને એક જ કિરણમાં પ્રકાશ!