સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/એક એવી તે પ્રીત અમે કીધી
Revision as of 12:50, 29 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "<Poem> એક એવી તે પ્રીત અમે કીધી કે ઘૂંટમાં આખી પિયાલી પીધી! પીછામાં એક અ...")
એક એવી તે પ્રીત અમે કીધી
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીછામાં એક અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ!