સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયપ્રકાશ નારાયણ/તપનો સવાલ નથી

          તપ કરવાનું હું નથી કહેતો. ધોતિયું પહેરતા હો તો લંગોટી પહેરવા માંડો, એમ હું નથી કહેતો. આવા તપનો પ્રભાવ પાડીને લોકો પાસે આપણી વાત મનાવી લેવામાં હું નથી માનતો. આપણે તો આપણા વિચાર સમજાવીને લોકો પાસે કામ કરાવવું છે. તેમ છતાં આપણા આચારની લોકમાનસ પર અસર તો પડતી જ હોય છે. આપણા વર્તનમાં સભ્યતા હોય, આપણામાં પ્રામાણિકતા હોય, આપણા હિસાબકિતાબમાં ચોખ્ખાઈ હોય... આ બધા કાંઈ સંત-મહાત્માના જ ગુણો નથી, પણ સામાન્ય નાગરિકના ગુણ છે. આ ગુણો આપણામાં હોવા જ જોઈએ. આમાં તપનો કોઈ સવાલ નથી.