સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયમલ યાદવ/ગીત કોનાં લખું, કોનાં નહીં?

Revision as of 12:08, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> કોના લખું, કોનાં નહીં, ગીત હું કોનાં લખું, કોનાં નહીં? કોનાં તે ગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કોના લખું, કોનાં નહીં,
ગીત હું કોનાં લખું, કોનાં નહીં?
કોનાં તે ગાઉં, કોનાં નહીં,
ગીત હું કોનાં ગાઉં, કોનાં નહીં?
કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભાર ભઈ,
ગાગર-ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઈ દઈ;
મૂકતો મોર કળાયલ મહીં, ચીતરે પીંછી દાતણની લઈ.
કુંજાની પાવલી ને કોઠીનો રૂપિયો, તાવડીના બે જંઈ;
ટકોરા દઈ દઈને રણકારે લઈ લઈ આવજો મારા ભાઈ!
વાત હું કોની કરું, કોની નહીં?...
કોનાં લખું, કોનાં નહીં? — સાંભરી કાંગસીવાળી અહીં.
આંખમાં કાજળ આંજ્યું છે, માથું ઓળ્યું છે મીંડલાં લઈ,
ભાલે ડામણી લટકી રઈ;
બજરબટા ને પારા નજરિયા, રાખતી એ સીવવાની સૂઈ.
“લેતી જા બો’નબા, લેતી જા બો’નબા!” વેચે મીઠું મીઠું કહી,
કાંગસી ખંપળા લીખીઆ સહી.
કોનાં લખું, કોનાં નહીં? —