સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જશવંત મહેતા/ઉપવનોમાં

ઉપવનોમાં
બા,
તમારા ચહેરા પરની
વિસ્તરેલી અક્ષાંશ-રેખાંશની
શૈશવ, યૌવન, જરાની
અંકારાયેલી એ નસોમાંનું
થીજી ગયેલું રક્ત,...
બધ આંખોમાં કેદ થયેલાં એ સ્વપ્નો,
મુરઝાયેલાં પશુઓ,
થાકીને પોઢી ગયેલા ભૂતકાળોઃ...
બધું જ બધું રિક્તતાની શરશૈયામાં
મ્હોરી ઊઠ્યું છે
આજે યાદ બની
મારી આંખોનાં આંસુનાં ઉપવનોમાં