સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/પળપળની કીમત

          હિસાબમાં થોડા પાઇપૈસા વધ્યાઘટયા, એમાં શું થઈ ગયું? આપણે ક્યાં ખાઈ ગયા છીએ? તેમાં નકામી ચિંતા શી કરવી? — આવો વિચાર જે કાર્યકર્તા કરે, તે ગમે તેવો ભલો માણસ હોય તો પણ ભયંકર છે; પ્રજાના પૈસાનો વહીવટ કરવા તે લાયક નથી. તે જ પ્રમાણે, ઘણા લોકોનો સમય જેમના હાથમાં છે તે પણ જો સહુની એક એક પળની કીમત ન સમજે અને કોઈની પણ પળ બગડે નહીં એ રીતે કાર્યક્રમ વિચારવાની ચીવટ ન રાખે, તો બીજાઓ માટે બહુ અગવડરૂપ થઈ પડ્યા વિના રહેશે નહીં