સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જોન સીઝકો/એટલું ભૂલીએ નહીં —

          એટલું કદી ભૂલીએ નહીં કે ઝાકઝમાળ એ મહાનતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી. આજની ઘડીનો માનવી યુગપુરુષ બનવા યોગ્ય નહીં હોય. કાંકરો કદાચ ચળકતો હોય, પણ તેથી એ હીરો બની જતો નથી. બ્રહ્માંડમાં સૌથી મોટી શક્તિઓ કદાપિ ભપકાદાર હોતી નથી. વાવાઝોડા કરતાં વર્ષા વધારે અસરકારક હોય છે. જેમનાં સન્માનો થતાં નથી, જેમનાં ગીત ગવાતાં નથી તેવાં મનુષ્યોની ઈમાનદારી, નિષ્ઠા અને પવિત્રાતા વિના તો આ જગત જોતજોતામાં નાબૂદ થઈ ગયું હોય.