સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોર્જ બર્નાર્ડ શો/મૃત્યુ પામું તે પહેલાં

          હું મૃત્યુ પામું તે પહેલાં મારે મારી જાતનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવોે છે. હું જેટલું વધુ કામ કરીશ એટલો વધારે હું જીવીશ. મારે માટે જીવન ‘ટૂંકી મીણબત્તી’ નથી, એક ભવ્ય મશાલ છે, જે પલભર માટે મારા હાથમાં આવી છે અને ભવિષ્યની પ્રજાને તે સોંપી દેતાં પહેલાં શક્ય તેટલા તેજથી મારે એને પ્રજ્વલિત કરવી છે.