સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કજિયાળો

કોણ કહે કજિયાળો મુજને,
કોણ કહે કજિયાળો રે!...
મન મારું આકાશે તરતું,
વાદળીઓની સાથે ફરતું....
ઊડા ઊડા દરિયા ઉપર
શી રીતે દોડે છે સ્ટીમર:
પૂછું રે કોઈ આપો ઉત્તર,
મારી શંકા ટાળો રે!