સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ઢૂંસાં અને દાણા

          ગુજરાતની લેખન-સમૃદ્ધિ ઘણી છે. એ સમૃદ્ધિ જલદી જોવા-અનુભવવામાં આવતી નથી, તેનું કારણ એની યથાસ્વરૂપ પિછાન દેનારા પ્રયત્નોની કચાશ છે. સંપત્તિના ઢગલા માત્રા દેખાડવાથી એનું સાચું દર્શન કરાવી શકાતું નથી. ઢગલા મોઢે ખડકાયે જતાં ઢૂંસાંમાંથી સુરંગી ને પૌષ્ટિક કણ નિરાળા પાડીને બતાવી શકાય, તો જ સમૃદ્ધિનું સત્ય પરખાય.