સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નીંદર જોડે સંવાદ

Revision as of 08:04, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હું તો સાદ પાડી પાડી શોધી રહી, નીંદર! આવો રે મારા ભાઈલાની સેજ— નીં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હું તો સાદ પાડી પાડી શોધી રહી,
નીંદર! આવો રે મારા ભાઈલાની સેજ—
નીંદરડી! વીરો મારો સૂતો નથી....
તમે કોણ સરોવરે સંચરતાં?
તમને વા’લા રે કોના નૌકા-વિહાર?...
હું તો ઘોર સાગરિયામાં ઘૂમી રહી,...
મને વા’લાં રે વાવાઝોડાનાં વા’ણ....
હું તો મેઘલી રાતને મધદરિયે
પ્રીતે પોઢાડું વા’ણવટીઓનાં બાળ,...
મીઠાં ઊઘાડું માછીમારોનાં બાળ.