સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/મહારોગ...

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ-નિશ્વાસભર્યા જગમાં,
સિતમે સળગંત ધરા-તલમાં
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને—
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે!