સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/લીલો રંગ

હાં રે એક મીઠો
મહાસાગરે ભરેલા પાણી તણોય લીલુડો રંગ,
હાં રે બીજો મીઠો
કણબીની વાડે ઝૂલન્તી શેરડીનો લીલુડો રંગ.
હાં રે મને મીઠો
પ્રભુજીની પીંછી કેરો રંગેલ સર્વ લીલુડો રંગ.