સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સાગરે પાણી...

Revision as of 08:08, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સાગરે પાણી પછાડા ખાયે કે લાખ લાખ લોઢ ઊડે રે લોલ,... વાર વાર માંડે વી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સાગરે પાણી પછાડા ખાયે
કે લાખ લાખ લોઢ ઊડે રે લોલ,...
વાર વાર માંડે વીજ કડાકા
કે બાર મેઘ તૂટે રે લોલ,
તોય મારે આભને દીવડલે રે
કે જરીયે ન જ્યોતું હલી રે લોલ!